શોધખોળ કરો
Advertisement
લક્ઝુરિયસ Harley Davidson બાઈકને ટ્રાફિક પોલીસે કેમ ફટકાર્યો મેમો? કારણ જાણીને તમે ચોંકી જશો
રાઘવ નામનો એક વ્યક્તિ છે જેની કસ્ટમાઇઝ Harley Davidsonને જ ટ્રાફિક પોલીસે અયોગ્ય ગણાવી દીધી હતી. આ મામલે એક નવી ચર્ચા શરૂ થઈ છે.
નવી દિલ્હી: ટ્રાફિક નિયમોને તોડવા માટે અત્યારે લોકોને ભારે દંડ ભરવો પડી રહ્યો છે. રાઘવ નામનો એક વ્યક્તિ છે જેની કસ્ટમાઇઝ Harley Davidsonને જ ટ્રાફિક પોલીસે અયોગ્ય ગણાવી દીધી હતી. આ મામલે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે, આ કેસમાં હવે કોણ સાચું છે અને કોણ ખોટું?
રાઘવનાં કહ્યા પ્રમાણે, તે જેવો રેડ લાઈટથી આગળ વધ્યો એવું તેણે જોયું કે એક કાર તેની પાસે આવી અને લાયસન્સ બતાવવાનું કહેવામાં આવ્યું. રાઘવે જ્યારે રોકવાનું કારણ પુછ્યું તો કહેવામાં આવ્યું કે, તિલકનગરનાં એસીપી અંદર બેઠેલા છે. ત્યાર બાદ તેને કહેવામાં આવ્યું કે, તે ગાડીનાં કાગળ બતાવે અને પોલીસ સ્ટેશન આવે.
રાઘવનાં જણાવ્યા પ્રમાણે, તેણે એવું જ કર્યું જેવું તેને કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ્યારે તે અંદર ગયો તો પોલીસવાળાઓ તરફથી તેને ધમકાવવામાં આવ્યો કે તે કેવી રીતે સ્પીકરવાળુ બાઈક ચલાવી શકે છે. રાઘવે કહ્યું હતું કે, સ્પીકર બાઈકમાં પ્રી-ઈન્સ્ટોલ્ડ હતું પરંતુ તિલક નગરનાં એસીપી અને એસઆઈ તરફથી બાઈકને અમાન્ય ગણાવવામાં આવ્યું હતું.
તેમનું કહેવાનું હતું કે આ બાઈક માટે રાઘવે પરવાનગી લેવી જોઈતી હતી. આના પર રાઘવે તેમને બાઈકનો વીડિયો અને Harley Indiaની વેબસાઇટ પણ બતાવી પરંતુ કોઇ ફાયદો થયો નહીં. રાઘવે પોતાના ફેસબૂક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સૌથી વધારે ત્યારે ખરાબ લાગ્યું, જ્યારે કહેવામાં આવ્યું કે ચલણ કાપો અને ટાર્ગેટ પુરો કરો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion