શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હરિયાણાઃBJPએ જાહેર કર્યો ચૂંટણીઢંઢેરો, યુવાઓને 60 મિનિટમાં લોનનું આપ્યું વચન
શિક્ષણ માટે કોઇ પણ પ્રકારની ગેરંન્ટી વિના લોન આપવામાં આવશે
ચંડીગઢઃ ભારતીય જનતા પાર્ટીએ આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ અવસર પર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર હાજર રહ્યા હતા. સંકલ્પ પત્રને ‘મ્હારે સપનોં કા હરિયાણા’ નામ આપવામાં આવ્યું છે. નડ્ડાએ કહ્યું કે ચૂંટણી ઢંઢેરાને ખૂબ એનાલિસિસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. સમાજના તમામ વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આ સંકલ્પ પત્રનો મુખ્ય વિષય છે યુવા વિકાસ અને સ્વરોજગાર મંત્રાલયની રચના કરવી. હરિયાણા સ્ટાર્ટ અપ મિશન શરૂ કરવામાં આવશે. શિક્ષણ માટે કોઇ પણ પ્રકારની ગેરંન્ટી વિના લોન આપવામાં આવશે. તમામ ગામમાં રમતગમત સ્ટેડિયમ અને જીમનું નિર્માણ કરવામાં આવશે.
સંકલ્પ પત્રમાં કહેવામાં આવ્યું છે કે પિંક બસ સેવા શરૂ કરવામાં આવશે. અંત્યોદય મંત્રાલયની રચના કરાશે. કુશળ કારીગરોને ત્રણ લાખ રૂપિયા સુધી ગેરન્ટી વિના લોન અપાશે. વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન 2 હજાર રૂપિયાથી વધારીને 3 હજાર રૂપિયા કરાશે. નડ્ડાએ કહ્યું કે- હરિયાણાને કુપોષણ મુક્ત અને ટીબી રોગથી મુક્ત બનાવાશે, 2000 વેલનેસ સેન્ટર બનાવાશે, જનઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારાશે, યુવાઓને 60 મિનિટની અંદર લોનની સુવિધા, 2022 સુધી તમામને પાકુ મકાન પણ અપાશે.Chandigarh: BJP releases their election manifesto for #HaryanaAssemblyPolls . Chief Minister Manohar Lal Khattar, BJP national working president JP Nadda and other leaders of the party are present. pic.twitter.com/bK4vkTjdoh
— ANI (@ANI) October 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion