શોધખોળ કરો
Advertisement
હરિયાણા ચૂંટણીઃ PM મોદીએ કહ્યું- વિકાસના પથ આગળ વધી રહ્યું છે જમ્મુ કાશ્મીર
હરિયાણા સહિત આખા દેશની ભાવના હતી કે જમ્મુ કાશ્મીરમાંથી અલગતાવાદીઓ અને હિંસા ખત્મ થઇ જાય
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં ભાજપ અને કોગ્રેસ પ્રચારમાં લાગ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે હરિયાણાના ફરીદાબાદના વલ્લભગઢમાં રેલી સંબોધિત કરી હતી. મોદીએ કહ્યું કે, ઇમાનદારી અને નિષ્ઠાથી હરિયાણાનો વિકાસ થઇ રહ્યો છે. અહીં સુધરી કનેક્ટિવિટી પણ દેખાય છે. હરિયાણામાં સરકારી ભરતીમાં અગાઉ યુવાઓ પાસેથી લૂંટ થતી હતી. સરકારી નોકરીઓમાં જે ખેલ થતા હતા તેના કારણે અનેક નેતાઓ જેલમાં પણ પહોંચી ગયા પરંતુ આ સ્થિતિ બદલાઇ ચૂકી છે.હરિયાણા સહિત આખા દેશની ભાવના હતી કે જમ્મુ કાશ્મીરમાંથી અલગતાવાદીઓ અને હિંસા ખત્મ થઇ જાય અને રાજ્ય સશક્તિકરણ તરફ આગળ વધે. આજે જમ્મુ કાશ્મીર અને લદાખ વિકાસ અને વિશ્વાસના એક નવા રસ્તા પર આગળ વધી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં મનોહર લાલજી અને તેમની ટીમના કારણે હરિયાણામાં વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષોમાં હરિયાણામાં લગભગ 9 લાખ ટોઇલેટ બનાવાયા. આજે હરિયાણાના તમામ ગામ જાહેરમાં શૌચથી મુક્ત થઇ ગયા છે. આપણા ખેડૂતો, વ્યાપારીઓ, શ્રમિક સાથીઓને મજબૂત કરવા માટે અનેક પગલા ભરવામાં આવી રહ્યા છે. ભાજપનું સંકલ્પ પત્ર સમર્પણ દસ્તાવેજ છે. અમે એ અનુસાર ઝડપથી કામ કરી રહ્યા છીએ. સરકાર બનતા જ શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારવાનો નિર્ણય લેવાયો છે. હવે વિરોધની રાજનીતિ નહી ચાલે. હવે દેશ ફક્ત વિકાસ જ ઇચ્છે છે અને હું સંતોષ સાથે કહી શકું છું કે ભાજપ અને તેના સાથીઓ આ માટે ઇમાનદારીથી પ્રયાસ કરી રહ્યા છે.PM Narendra Modi in Haryana: Congress leaders should answer to the families of soldiers who were protecting the innocent people of J&K and were killed by terrorists while doing so. They should answer to the mothers of those brave soldiers why is Article 370 so dear to them. pic.twitter.com/6EW2BQeUsa
— ANI (@ANI) October 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement