શોધખોળ કરો

હરિયાણાઃ કુરુક્ષેત્રમાં કર્ફ્યૂ, સૂર્ય ગ્રહણના દિવસે ભેગા થવા પર લાગ્યો પ્રતિબંધ

ભારતમાં સૌથી પહેલા આ સૂર્યગ્રહણ ગુજરાત રાજ્યના દ્વારકામાં જોવા મળશે. જ્યારે આ ગ્રહણનો મોક્ષ નાગાલેન્ડ રાજ્યની રાજધાની કોહિમામાં થશે.

કુરુક્ષેત્રઃ મહામારીને જોતા હરિયાણા સરકારે રવિવારે થનારા સૂર્ય ગ્રહણ પર ઐતિહાસિક શહેર કુરુક્ષેત્રમાં લોકોની અવરજવર રોકવા માટે કર્ફ્યૂ લગાવી દીધું છે. શનિવારે સત્તાવાર આ કર્ફ્યૂનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર ઘાટ પર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, સૂર્ય ગ્રહણના સમયે 10.20 કલાકથી 1.47 કલાકની વચ્ચે લોકો પોતાના ઘરેથી જ પૂજા કરવાની આપીલ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, 21 જૂને સાંજે 4 સુધી વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ રહેશે. જણાવીએ કે, પહેલા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સૂર્ય ગ્રહણ પર “પિંડ દાન” કરવા અને અન્ય અનુષ્ઠાન કરવા માટે બ્રહ્મ સરોવર પર આવતા હતા. વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 21 જૂન 2020 અને રવિરારે જોવા મળશે સૂર્યગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના હોય છે. સૂર્યગ્રહણની આ ખગોળીય ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. પરંતુ અહીં જરૂરી છે કે સૂર્યગ્રહણની આ ઘટના સમગ્ર વિશ્વના તમામ દેશોમાં જોવા મળશે. 21 જૂન, 2020ના રોજ પણ સૂર્યગ્રણ વિશ્વના અનેક દેશોમાં જોવા મળશે. ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. ભારતમાં સૌથી પહેલા આ સૂર્યગ્રહણ ગુજરાત રાજ્યના દ્વારકામાં જોવા મળશે. જ્યારે આ ગ્રહણનો મોક્ષ નાગાલેન્ડ રાજ્યની રાજધાની કોહિમામાં થશે. સૂર્યગ્રહણનું સૂતકઃ 21 જૂન 2020ના રોજ થનાર સૂર્યગ્રહણનું સૂતક શનિવારની રાત લગભઘ સાડા નવ કલાકથી શરૂ થઈ જસે જે રવિવારે 21 જૂનના રોજ ગ્રહણ પૂરું થવાની સાથે જ સમાપ્ત થશે. સૂતકકાળને જોતા મંદિરોના કપાટ શનિવાર રાત્રે સાડા નવ કલાકથી બંધ થઈ જશે. સૂતકમાં કોઈપણ શુભ કાર્ય ન થઈ શકે. વિશ્વના આ દેશોમાં જોવા મળશે સૂર્યગ્રણ 21 જૂન 2020ના રોજ થનારા આ સૂર્યગ્રણ વિશ્વના કેટલાક દેશોમાં જ જોવા મળશે. આ દેશોમાં ભારતની સાથે, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂનાઈટેડ અરબ અમીરાત, ઇથોપિયા અને કોંગો સામેલ છે. ભારતમાં આ રીતે અહીં જોવા મળશે સૂર્યગ્રહણ આ સૂર્યગ્રહણ સમદ્ર દેશમાં એક સમાન જોવા મળશે. આ સૂર્યગ્રહણ દેશના કેટલાક ભાગોમાં જેમ કે હરિયાણાના સિરકા, કુરુક્ષેત્ર, રાજસ્થાનના સૂરજગઢ, ઉત્તરાખંડના દેહરાદૂન અને ચમોલીમાં તેને સંપૂર્ણ અથવા બંગળી અથવા અર્ધગોળાકાર આકારમાં જોઈ શકાય છે. પરંતુ દેશના અન્ય ભાગમાં આ આંશિક અથવા ખંડગ્રાસ જ જોવા મળશે. જેમ કે દેશની રાજધાની દિલ્હીમાં ગ્રહણના સમય સૂર્યનો 95 ટકા ભાગ કપાયેલો જોવા મળશે. જ્યારે યૂપીના પ્રયાગરાજમાં આ ગ્રહણ 78 ટકા જોવા મળશે.

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget