શોધખોળ કરો
ISRO એ ચંદ્રયાન-2ના ઓર્બિટરે ક્લિક કરેલી ચંદ્રની તસવીર જાહેર કરી
ઓર્બિટરના હાઇ રિઝોલ્યૂશન કેમેરાએ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ની હાઇ રિઝોલ્યુશન તસવીરો પણ ક્લિક કરી છે

નવી દિલ્હીઃ ઇસરોએ ચંદ્રયાન-2એ ઓર્બિટર હાઇ રિઝોલ્યુશન કેમેરાએ ક્લિક કરેલી તસવીરો જાહેર કરી છે. આ હાઇ રિઝોલ્યૂશન કેમેરાએ ચંદ્રની સપાટીની તસવીરો ક્લિક કરી છે. આ તસવીરમાં ચંદ્રની સપાટી પર નાના અને મોટા ખાડાઓ નજરે પડી રહ્યા છે. ઓર્બિટરના હાઇ રિઝોલ્યૂશન કેમેરાએ ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ની હાઇ રિઝોલ્યુશન તસવીરો પણ ક્લિક કરી છે. આ પૈક્રોમૈટિક બેન્ડ પર જોઇ શકાય છે. આ અગાઉ ઇસરોના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની ખરાબ લેન્ડિંગની તપાસ એક રાષ્ટ્રીય સ્તરની સમિતિ (એનઆરસી) કરી રહી છે. ઇસરોના ચીફ ડો કે.સિવને સ્પષ્ટ કહ્યુ હતું કે, ચંદ્રયાન-2 મિશનની 98 ટકા સફળતાની જાહેરાત તેમણે કરી નથી. આ જાહેરાત એનઆરસીએ જ પોતાની શરૂઆતની તપાસ બાદ કરી હતી.
#ISRO Have a look at the images taken by #Chandrayaan2's Orbiter High Resolution Camera (OHRC). For more images please visit https://t.co/YBjRO1kTcL pic.twitter.com/K4INnWKbaM
— ISRO (@isro) October 4, 2019
વધુ વાંચો





















