ગળામાં ઇન્ફેકશન છે? તો કેવી રીતે કરશો કોગળા, તો થશે ફાયદો, દિવસમાં કેટલી વખત કરવા જોઇએ, જાણો
કોરોના વાયરસ સંક્રમણમાં લગભગ બધા લોકોને ગળામાં ખરાશની ફરિયાદ કરે છે. આ સમસ્યામાં ડોક્ટર સ્ટીમની સાથે કોગળા કરવાની પણ સલાહ આપે છે. ગળુ ખરાબ હોય ત્યારે કોગળાથી રાહત મળે છે પરંતુ કેટલો સમય અને કેવી રીતે કરવા જોઇએ તે સમજવું જરૂરી છે,. જેથી ફાયદો થાય.
Health Tips:કોરોના વાયરસ સંક્રમણમાં લગભગ બધા લોકોને ગળામાં ખરાશની ફરિયાદ કરે છે. આ સમસ્યામાં ડોક્ટર સ્ટીમની સાથે કોગળા કરવાની પણ સલાહ આપે છે. ગળુ ખરાબ હોય ત્યારે કોગળાથી રાહત મળે છે પરંતુ કેટલો સમય અને કેવી રીતે કરવા જોઇએ તે સમજવું જરૂરી છે,. જેથી ફાયદો થાય.
કોગળા કરતી વખતે પાણીને મોંમાં 10 સેકન્ડથી વધુ ન રાખો, જો કે એ યાદ રાખવું જરૂરી છે. કોગળા કરવા તે કોરોના વાયરસનો ઇલાજ નથી જો કે તેનાથી ઓરલ હાઇજીન બનાવી રહેશે. .
કોગળા કરવાનાં ફાયદા
કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે લોકો શું-શું નથી કરતા. લોકો આ માટે સ્ટીમ, કોગળા, ઉકાળા સહિતના ઉપચાર કરી રહ્યાં છે. લોકોનું માનવું છે કે, કોગળા કરવાથી ગળું ખરાબ નથી થતું અને કોરોનાથી બચી શકાય છે. આમાં કેટલું સત્ય છે.. જાણીએ...
ડોક્ટર્સનું કહેવું છે કે, કોગળાથી ગળું સાફ થઇ જાય છે. જો ગળું ખરાબ હોય તો દર્દ અથવા સૂજનથી પણ કોગળાથી રાહત મળે છે. એકસ્પર્ટના મત મુજબ કોગળા ગળાને રાહત આપે છે. ખાસ કરીને સોજો, ખરાશ અને શરદીમાં ફાયદાકારક છે. જો કે કોગળા કોરોના વાયરસથી બચાવતા નથી.
દિવસમાં કેટલી વખત કોગળા કરવા જોઇએ
જો આપના ગળાામાં ઇન્ફેકશન હોય તો આપને ડોક્ટર દિવસમાં ત્રણ વખત કોગળા કરવાની સલાહ આપે છે. જો કે આપને કોઇ તકલીફ ન હોય અને માત્ર સાવધાની માટે કરતા હો તો સવાર સાંજ કરવા પૂરતા છે. દરરોજ બપોરે લંચ બાદ અને અને રાતે સૂતા પહેલા હુફાળ ગરમ પાણીથી દિવસમાં બે વખત કોગળા કરી શકાય
કેવી રીતે કરશો કોગળા?
જો આપને કોઇ તકલીફ ન હોય તો હુંફાળા ગરમ પાણીમાં નમક નાંખીને કોગળા કરી શકાય. દિવસમાં 2થી ત્રણ વખત કોગળા કરવા જોઇએ
બીટાડીન ગાર્ગર: જો આપનું ગળું ખરાબ હોય, ગળામાં સોજો હોય કે ઇન્ફેકશન હોય તો હૂંફાળા પાણીમાં બિટાડીન ગાર્ગલ નાખીને કોગળા કરી શકો છો. બીટાડિન એન્ટીબેક્ટરિયલ દવા છે. તેનાથી ઇન્ફેકશન દૂર થાય છે.
કોગળાથી શું નુકસાન થયા છે?
કોગળા કરવાથી ગળું સાફ થાય છે અને તેના ફાયદા છે પરંતુ જરૂર કરતા વધુ કોગળા નુકસાનકારક સાબિત થાય છે.
સામાન્ય રીતે લોકો ગરમ નમકના પાણીમાં કોગળા કરે છે, જો આપ હાઇબ્લડ પ્રેશરના દર્દી હોતો નમકનો ઉપયોગ ન કરો. કારણે કે બીપીના દર્દીનું શરીર નમકને શોષી લે છે અને તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.
કેટલાક લોકો દિવસમાં અનેક વખત કોગળા કરી રહ્યાં છે. જેના કારણે ગળામાં સોજો આવી જાય છે.. જો આપને ઇન્ફેકશન ન હોય તો દિવસમાં માત્ર બે વખત કોગળા કરવા પૂરતા છે.
કોગળા કરવા માટે વધુ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો તેનાથી ગળાના અંદરના ભાગને નુકસાન થાય છે., છાલા પડી શકે છે. હંમેશા હુફાળા પાણીથી જ કોગળા કરવા જોઇએ.