મુંબઈએ રોક્યો RCBનો વિજયરથ , કેપ્ટન હરમનપ્રીતની વિસ્ફોટક ઈનિંગ; MI એ 4 વિકિટે જીતી મેચ
MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સે RCB ને 4 વિકેટથી હરાવ્યું. એલિસ પેરીની જોરદાર અડધી સદી પણ બેંગ્લોરને મદદ કરી શકી નહીં. WPL 2025 માં RCB જીતની હેટ્રિક ચૂકી ગયું.

WPL 2025 MI vs RCB Full Highlights: મહિલા પ્રીમિયર લીગ (Women Premier League 2025) ની સાતમી મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટથી હરાવ્યું. આ સાથે, MI એ RCB ની જીતનો સિલસિલો રોકી દીધો છે. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં, મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે 50 રન બનાવ્યા અને જોરદાર અડધી સદી ફટકારી. આ દરમિયાન, અમનજોત કૌરે 34 રનની અણનમ ઇનિંગ રમી અને મુંબઈની જીત સુનિશ્ચિત કરી.
A win powered by some amazing performances! 💥
— Mumbai Indians (@mipaltan) February 21, 2025
Click https://t.co/kD80B9rXBj to pick the @Ashokleyland9 Player of the Match.#AaliRe #MumbaiIndians #TATAWPL #RCBvMI pic.twitter.com/HgQ3nihVXa
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ ૧૬૭ રન બનાવ્યા હતા. ખરાબ શરૂઆત છતાં બેંગલુરુ મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું. આરસીબી માટે સૌથી મોટી ઇનિંગ એલિસ પેરીએ રમી હતી, જેણે 43 બોલમાં 81 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે ૧૧ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. પેરી હવે WPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાથી માત્ર 32 રન દૂર છે. મુંબઈ સામેની ૮૧ રનની ઇનિંગ દરમિયાન, તેણીએ તેના WPL કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી.
RCB જીતની હેટ્રિક ચૂકી ગયું
RCB એ WPL 2025 માં અત્યાર સુધી તેમની બંને મેચ જીતી છે. પહેલા તેણે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે અને પછી દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટથી મળેલા પરાજયથી તે જીતની હેટ્રિક નોંધાવી શક્યું નહીં. હરમનપ્રીતની અડધી સદીએ એલિસ પેરીની 81 રનની ઇનિંગને ઝાંખી પાડી દીધી.
જ્યારે અમનજોત કૌર છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવી ત્યારે મુંબઈ માટે મેચનું પાસું ફરી ગયું. ૧૬૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈએ ૮૨ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હરમનપ્રીત અને અમનજોત વચ્ચે 62 રનની ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. હરમનપ્રીત ૫૦ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, પરંતુ અમનજોત ૩૪ રન બનાવીને અંત સુધી અણનમ રહી હતી. તમને જણાવી દઈએ કે 3 મેચમાં 2 જીત બાદ, RCB હજુ પણ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે મુંબઈ બીજા સ્થાને આવી ગયું છે.
આ પણ વાંચો....
IND vs PAK Match Weather: શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો દુબઈમાં કેવું રહેશે હવામાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
