(Source: ECI/ABP News/ABP Majha)
Prevent Heart Attacks: હાર્ટ અટેકથી બચવા માટે આટલા કામ કરો, જાણો લાઇફસ્ટાઇલમાં ક્યાં ફેરફારની જરૂર
અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.
Prevent Heart Attacks: અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ આપણું હૃદય છે. જ્યારે હૃદય ધબકવાનું બંધ કરે છે, ત્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે. તાજેતરમાં હ્રદયરોગ પર થયેલા અધ્યન દર્શાવે છે કે વર્તનામ સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે.
હાર્ટ અટેકના કારણો ક્યા છે
મોટા ભાગના કિસ્સાઓમાં, લોકો ઘણીવાર હાર્ટ એટેક માટે કોલેસ્ટ્રોલ લેવલને જવાબદાર ઠેરવે છે. જ્યારે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સનું ઉંછં સ્તર જ હાર્ટ એટેક પાછળ જવાબદાર નથી. મોટાભાગના કિસ્સાઓમાં, હૃદયમાં સોજો.ઓક્સિડેટિવ ક્ષતિ, રક્ત વાહિનીઓ, એન્ડોથેલિયલ લાઇનિંગને પણ હાર્ટ અટેક માટે જવાબદાર મનાય છે. ચાલો જાણીએ કે કેવી રીતે જીવનશૈલીમાં ફેરફાર કરીને હૃદયરોગના જોખમને દૂર કરી શકાય છે.
કોલ્ડ પ્રેસ્ડ ઓઇલનું સેવન કરો
તેલમાં રહેલી ચરબી અને વસા આપણા હૃદય માટે ખૂબ જ હાનિકારક છે. તો રિફાઇન્ડ ઓઇલથી પણ હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ હોય છે. બજારમાં સસ્તા ભાવે ઉપલબ્ધ રિફાઈન્ડ તેલ આપણા હૃદય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, થોડા પૈસા બચાવવા માટે તેનું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે. તેથી, હૃદયની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને, થોડા વધારાના રૂપિયા ખર્ચો અને યોગ્ય ગુણવત્તાનું તેલ પસંદ કરો અને કોલ્ડ પ્રેસ્ડ ઓઇલનું સેવન કરો.
એક્ટિવ લાઇફ સ્ટાઇલ પસંદ કરો
મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, લોકો પોતાના શરીરની સંભાળ લેવાનું બંધ કરી દે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જો તમે વધારે શારીરિક કસરત ન કરતા હોવ તો પણ, ચાલવું અને યોગ કરવો એ તંદુરસ્ત શરીર અને હૃદયના સ્વાસ્થ્ય માટે સૌથી અસરકારક કસરત માનવામાં આવે છે. આ સાથે, તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે એરોબિક્સ, ઝુમ્બા અને સ્વિમિંગને તમારી જીવનશૈલીમાં સમાવી શકાય છે.
માનસિક તણાવથી બચો
કેટલાક કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો વેપાર, કુટુંબ અને સંબંધોમાં નુકશાનને કારણે ડિપ્રેશનમાં સરી પડે છે. જેની સીધી અસર આપણા હૃદય પર પડે છે. વધતું જતું ડિપ્રેશન શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે હૃદયના સ્વાસ્થ્યને પણ ઝડપથી નુકસાન પહોંચાડે છે, જે જીવલેણ સાબિત થાય છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે, જો ડિપ્રેશનનો અનુભવ થતો હોય તો ખચકાટ વિના, તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્લાસ જોઇન કરો અને ધ્યાન યોગ કરીને ડિપ્રેશનમાં જાતને ગરકાવ થતી રોકો.
ગાઢ નિંદ્રા જરૂરી
સ્વસ્થ શરીરનું રહસ્ય સ્વસ્થ જીવનશૈલીમાં છુપાયેલું છે. જેના માટે શરીરને સંપૂર્ણ આરામ આપવો પણ જરૂરી છે. શરીરને આરામ આપવા માટે, દિવસ દરમિયાન 6 થી 8 કલાકની ગાઢ નિંદ્રા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારે હાર્ટ એટેકથી બચવા માટે ઊંઘવાનો અને જાગવાના સમયની નિયમિતતા જાળવો. આ રીતે જીવનશૈલીમાં ફેરફાર કરીને આપ હાર્ટ અટેકના જોખમથી બચી શકો છો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )