શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના વેક્સીનને લઈ આરોગ્યમંત્રીનું મોટું નિવેદન- 2021ની શરુઆતમાં આવે તેવી શક્યતા
સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું, રસી બન્યા બાદ સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓ, વરિષ્ઠ નાગરિકો અને ફ્રન્ટલાઈન પર કામ કરી રહેલા વૉરિયર્સને આપવામાં આવશે.
![કોરોના વેક્સીનને લઈ આરોગ્યમંત્રીનું મોટું નિવેદન- 2021ની શરુઆતમાં આવે તેવી શક્યતા health minister harsh vardhan big statemen about coronavirus vaccine કોરોના વેક્સીનને લઈ આરોગ્યમંત્રીનું મોટું નિવેદન- 2021ની શરુઆતમાં આવે તેવી શક્યતા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/14023633/health-ministry-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ બાબતોના મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વેક્સીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, આવતા વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં કોરોના વેક્સીન બનીને તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. આરોગ્યમંત્રીએ એક ઓનલાઈન ચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
આરોગ્ય મંત્રીએ કહ્યું કે, વેક્સીન બન્યા બાદ તેને લઈને કોઈ પણ પ્રકારની શંકા હશે તો હું પોતે સૌથી પહેલા રસી લગાવીશ. તેમણે કહ્યું રસી બન્યા બાદ સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓ, વરિષ્ઠ નાગરિકો અને ફ્રન્ટલાઈન પર કામ કરી રહેલા વૉરિયર્સને આપવામાં આવશે. સર્વસંમતિ પર પહોંચ્યા બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, “સરકારે રેમડેસિવિર જેવી દવાઓની કથિત કાળાબજારી રિપોર્ટ મળ્યો હતો. સરકારે કેન્દ્રીય ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રો ઑર્ગેનાઈઝેશને કહ્યું કે, આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવે. આ મામલે રાજ્યો સાથે વાત કરવા પણ કહેવામાં આવ્યું છે.”
દુનિયાભરની નજર ભારત પર છે, જ્યાં દુનિયાની 60 ટકા વેક્સીન તૈયાર થાય છે. આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ વેક્સીન ઉત્પાદનમાં ભારતનું મુખ્ય કેન્દ્ર છે. આ શહેરમાં ગ્લોબલ વેક્સીન સપ્લાઈના એક તૃતિયાંશથી વધુ તૈયાર કરવાની ક્ષમતા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 47 લાખ 54 હજાર થઈ ગઈ છે. તેમાંથી 78,586 લોકો મોત થઈ ચૂક્યા છે.
ICMRના રિપોર્ટ અનુસાર, દેશમાં 12 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 62 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું. પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)