શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાની દવા ક્યારે આવશે ને સૌથી પહેલા કોણે અપાશે? સ્વાસ્થ્ય મંત્રીએ કર્યો મોટો ખુલાસો
હર્ષવર્ધને કહ્યું વેક્સિનની ખરીદ કેન્દ્રીત રીતે કરવામાં આવી રહી છે, અને પ્રત્યેક જથ્થાને વાસ્તવિક સમય સુધી ટ્રેક કરવામાં આવશે જેથી એ નક્કી થઇ શકે કે આ એવા લોકો સુધી પહોંચે જેને આની વધુ જરૂર છે
નવી દિલ્હીઃ ભારતમાં વકરી રહેલા કોરોનાને લઇને સરકાર તરફથી આકરા પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. મંત્રી હર્ષવર્ધને કહ્યું કે કેન્દ્ર કૉવિડ-19 વેક્સિનનો 40-50 કરોડ જથ્થો ખરીદવાની યોજના પર કામ કરી રહી છે. જેને જુલાઇ 2021 સુધી 25 કરોડ લોકો સુધી પહોંચાડવામાં આવશે. ભારતની વર્તમાન જનસંખ્યા 130 કરોડ છે, એટલે જુલાઇ 2021 સુધી દેશમાં 5 ભારતીયોમાંથી 1 વ્યક્તિને કોરોનાની વેક્સિન મળશે.
હર્ષવર્ધને કહ્યું વેક્સિનની ખરીદ કેન્દ્રીત રીતે કરવામાં આવી રહી છે, અને પ્રત્યેક જથ્થાને વાસ્તવિક સમય સુધી ટ્રેક કરવામાં આવશે જેથી એ નક્કી થઇ શકે કે આ એવા લોકો સુધી પહોંચે જેને આની વધુ જરૂર છે.
કોણે મળશે પહેલા કોરોનાની વેક્સિન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એ સંકેત આપ્યા છે કે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વધુ જોખમ વાળા લોકો સરકારની પ્રાથમિકતા યાદીમાં ઉપર રહેશે. જેમાં કહ્યું છે કે તેમનુ મંત્રાલય વર્તમાનમાં એક ફોર્મેટ તૈયાર કરી રહ્યું છે જેમાં રાજ્યોને વેક્સિન પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા વધુ જોખમ વાળા જનસંખ્યા સમૂહોની યાદી પ્રસ્તુત કરવાનુ કહેવામાં આવ્યુ છે.
હર્ષવર્ધને કહ્યું કે, ફ્રન્ટલાઇન હેલ્થ વર્ક્સના લિસ્ટમાં સરકારની સાથે સાથે પ્રાઇવેટ ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ, સેનેટરી કર્મચારી, આશા કાર્યકર્તા, નજર રાખી રહેલા અધિકારીઓ અને અન્ય કેટલાક વ્યવસાયિક શ્રેણીઓ સામેલ હશે, જે દર્દીઓનો ઇલાજ, ટેસ્ટિંગ અને ઉપચારમાં સામેલ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion