Gujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં
નવેમ્બર મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનો પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. ગુજરાતમાં 13 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગે પણ સેવી છે. અત્યારે ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરું થયું છે. તપામાન પણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. નલિયા 13 ડિગ્રી લઘુતમ તાપમાન ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
