શોધખોળ કરો

Weather Forecast: રક્ષાબંધન પર આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ  

દેશમાં ફરીથી હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વરસાદ હવે બંધ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ પણ મધ્યમ વરસાદની શક્યતા છે.

નવી દિલ્હી: દેશમાં ફરીથી હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વરસાદ હવે બંધ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ પણ મધ્યમ વરસાદની શક્યતા છે. ઘણા રાજ્યોમાં રક્ષાબંધન પર વરસાદની સંભાવના છે. દિલ્હીમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય હવામાન વિભાગે પંજાબ, હરિયાણા-ચંદીગઢ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદની આગાહી કરી છે.

શનિવારે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જો કે ઠંડા પવનોને કારણે વાતાવરણમાં રાહત જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરમાં કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ અને અન્ય સ્થળોએ ભારે વરસાદ  છે. IMDના ડેટા અનુસાર, દિલ્હીમાં 1 થી 15 ઓગસ્ટ સુધી દરરોજ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે રક્ષાબંધન પર હળવો વરસાદ અને 20 અને 21 ઓગસ્ટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ઉત્તર પ્રદેશમાં આ પ્રકારનું હવામાન રહેશે 

ઉત્તર પ્રદેશમાં વરસાદના અભાવે લોકો ફરી એકવાર આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે રવિવાર અને સોમવારે યુપીમાં સારા વરસાદની આગાહી કરી છે. આ સિવાય પૂર્વી ઉત્તર પ્રદેશમાં 17 થી 23 ઓગસ્ટ દરમિયાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 19 થી 23 ઓગસ્ટ દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. તાજેતરમાં પડેલા વરસાદથી રાજ્યના ખેડૂતો ખૂબ જ ખુશ છે. તેમણે વરસાદને ડાંગર, મકાઈ અને બાજરી જેવા પાકો માટે ખૂબ અનુકૂળ ગણાવ્યો હતો.

રાજસ્થાન, હિમાચલ અને ઉત્તરાખંડ, પંજાબ-હરિયાણા-ચંદીગઢનું હવામાન 

રાજસ્થાનમાં વરસાદ વચ્ચે હવામાન વિભાગે રાહતની વાત કરી છે. રવિવારે ઘણા જિલ્લાઓમાં વરસાદ બંધ થવાની સંભાવના છે. 18 થી 22 ઓગસ્ટ સુધી ઘણા જિલ્લાઓમાં આકાશ સ્વચ્છ રહેશે. પૂર્વ રાજસ્થાનમાં 22 અને 23 ઓગસ્ટે વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ ભારત વિશે વાત કરીએ તો, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વ્યાપક હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 18 થી 23 ઓગસ્ટ દરમિયાન, ઉત્તરાખંડમાં 19, 21, 22 અને 23 ઓગસ્ટ દરમિયાન, પંજાબ, હરિયાણા-ચંદીગઢમાં 20 થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતા છે.

મધ્ય ભારતનું હવામાન

હવામાન વિભાગે મધ્ય ભારતમાં વ્યાપકથી હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. છત્તીસગઢમાં 18-20 ઓગસ્ટ દરમિયાન, પશ્ચિમ મધ્યપ્રદેશમાં 20-23 ઓગસ્ટ દરમિયાન, પૂર્વ મધ્ય પ્રદેશમાં 18-23 ઓગસ્ટ દરમિયાન, મધ્ય મહારાષ્ટ્રમાં 19 અને 20 ઓગસ્ટ અને ગુજરાતમાં 21 અને 22 ઓગસ્ટ દરમિયાન હળવો કે મધ્યમ વરસાદ પડશે.

અહીં ભારે વરસાદ પડશે 

પશ્ચિમ બંગાળના ગંગા કાંઠાના વિસ્તારોમાં 20 અને 21 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે. 18-20 ઓગસ્ટ દરમિયાન ઓડિશા, 18, 20 અને 21 ઓગસ્ટ દરમિયાન ઝારખંડ, 18-22 ઓગસ્ટ દરમિયાન બિહાર, 20-22 ઓગસ્ટ દરમિયાન સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, 18 અને 23 ઓગસ્ટ દરમિયાન આસામ અને મેઘાલયમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 21 ઓગસ્ટ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget