શોધખોળ કરો

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું

Weather Updates: મોનસૂન (Monsoon) 12 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક, ગોવા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાને સંપૂર્ણપણે આવરી લીધું હતું.

Monsoon Update: મોનસૂને (Monsoon) ગઈકાલે ઉત્તર ભારતના ત્રણ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રવેશ કર્યો. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પંજાબના કેટલાક ભાગોને મોનસૂને (Monsoon) આવરી લીધા. આની સાથે જ મોનસૂન (Monsoon) ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગો, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને બિહારમાં પણ આગળ વધ્યું.

હવામાન વિભાગ અનુસાર, આગામી બે ત્રણ દિવસમાં દક્ષિણ પશ્ચિમી મોનસૂન (Monsoon)ના આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બનવાની સંભાવના છે. આનાથી રાજસ્થાનના કેટલાક વધુ ભાગો, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો, દિલ્હી, ચંદીગઢ અને હરિયાણાના કેટલાક ભાગો, પંજાબના કેટલાક ભાગો, ઉત્તરાખંડના બાકીના ભાગોમાં આગામી 2-3 દિવસોમાં મોનસૂન (Monsoon) પહોંચશે.

હવામાન વિભાગે ગુરુવાર માટે 24 રાજ્યોમાં ભારે વરસાદ (Rain)નું એલર્ટ જારી કર્યું છે. આમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, કેરળ સામેલ છે.

દક્ષિણ પશ્ચિમ મોનસૂન (Monsoon) નિકોબારમાં 19 મેના રોજ પહોંચી ગયું હતું. કેરળમાં આ વખતે બે દિવસ પહેલા, એટલે કે 30 મેના રોજ જ મોનસૂન (Monsoon) પહોંચી ગયું હતું અને ઘણા રાજ્યોને આવરી પણ લીધા હતા. પછી 12થી 18 જૂન સુધી (6 દિવસ) મોનસૂન (Monsoon) અટકી રહ્યું. 6 જૂને મોનસૂને (Monsoon) મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો અને 11 જૂને ગુજરાતમાં દાખલ થયું.

મોનસૂન (Monsoon) 12 જૂન સુધીમાં કેરળ, કર્ણાટક, ગોવા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાને સંપૂર્ણપણે આવરી લીધું હતું. સાથે જ દક્ષિણ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો, દક્ષિણી છત્તીસગઢના કેટલાક ભાગો, દક્ષિણી ઓડિશા, ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને તમામ ઉત્તર પૂર્વી રાજ્યોમાં પહોંચી ગયું હતું.

18 જૂન સુધીમાં મોનસૂન (Monsoon) મહારાષ્ટ્રના જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, છત્તીસગઢના બીજાપુર, સુકમા, ઓડિશાના મલકાનગિરી અને આંધ્ર પ્રદેશના વિજયનગરમ સુધી પહોંચ્યું હતું. જોકે, ત્યારબાદ મોનસૂન (Monsoon) અટકી રહ્યું. 21 જૂને મોનસૂન (Monsoon) ડિંડૌરીના માર્ગે મધ્ય પ્રદેશ પહોંચ્યું અને 23 જૂને ગુજરાતમાં આગળ વધ્યું.

25 જૂને મોનસૂને (Monsoon) રાજસ્થાનમાં પ્રવેશ કર્યો અને મધ્ય પ્રદેશના અડધાથી વધુ વિસ્તારને આવરી લીધો. 25 જૂનની જ રાત્રે મોનસૂન (Monsoon) લલિતપુરના માર્ગે ઉત્તર પ્રદેશમાં દાખલ થયું. 26 જૂને મોનસૂન (Monsoon) MP અને UP માં આગળ વધ્યું. 27 જૂને મોનસૂન (Monsoon) ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરી પંજાબમાં દાખલ થયું.

દક્ષિણ પશ્ચિમી મોનસૂન (Monsoon) 11 જૂનથી જ પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં અટકી ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં મોનસૂન (Monsoon) બિહારના કેટલાક ભાગો અને ઝારખંડમાં આગળ વધ્યું છે. જોકે પશ્ચિમ બંગાળમાં હજુ સુધી મોનસૂન (Monsoon) અટકી રહ્યું છે.

27થી 30 જૂન સુધીમાં મોનસૂન (Monsoon) દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં પ્રવેશ કરી શકે છે અને 3 જુલાઈ સુધીમાં દિલ્હીને સંપૂર્ણપણે આવરી લેશે. 5થી 8 જુલાઈ સુધીમાં હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને રાજસ્થાન સંપૂર્ણપણે આવરી લેવાશે. હવામાન વિભાગનો અંદાજ છે કે જૂનમાં મોનસૂન (Monsoon) સામાન્ય કરતાં ઓછું એટલે કે 92% લાંબા ગાળાની સરેરાશ (LPA) કરતાં ઓછું રહેશે.

ઉત્તર પશ્ચિમી ભારત એટલે કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં શનિવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાનો અંદાજ છે.

જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગંગીય પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, તેલંગાણાના કેટલાક સ્થળોએ આંધી તોફાન સાથે વીજળી પડવાની અને 30 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ગુજરાત, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશના કેટલાક સ્થળોએ વીજળી પડવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget