શોધખોળ કરો
Advertisement
દિલ્હી હિંસા બાદ મુંબઈમાં પણ પ્રદર્શન, પોલીસે પ્રદર્શનકારીઓની કરી અટકાયત, હાઈ એલર્ટ જાહેર
મુંબઈ પોલીસને જાણકારી મળી હતી કે દિલ્હીની જેમ મુંબઈમાં પણ કેટલાક અસામાજિક તત્વો અશાંતિ ફેલાવી શકે છે. જેને લઈને મુંબઈ પોલીસ એલર્ટ પર હતી.
મુંબઈ: દિલ્હીમાં અલગ-અલગ વિસ્તારમાં થયેલી હિંસાની વચ્ચે મુંબઈમાં પણ કેટલાક પ્રદર્શનકારીઓ પોલીસની મંજૂરી વગર ગેટવે ઓફ ઈન્ડિયા અને તાજ પેલેસ હોટલ પાસે એકઠા થવા લાગ્યા હતા. પોલીસને સૂચના મળતા જ પ્રદર્શનકારીઓને પોલીસે ગેટવે ઓફ ઈન્ડિયા પરિસરમાંથી હટાવ્યા છે. બાદમાં આ પ્રદર્શનકારીઓ મુંબઈના મરીન ડ્રાઈવ પહોંચી ગયા છે. મુંબઈ પોલીસની સતર્કતા અને પોલીસબળના કારણે પ્રદર્શનકારીઓને મુંબઈના મરીન ડ્રાઈવ પર પ્રદર્શન કરવાની મંજૂરી નથી મળી અને ચેતવણી બાદ પ્રદર્શનકારીઓને મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે આશેરે રાતના 12 વાગ્યા બાદ પોલીસે 30 થી વધારે પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બાદમાં આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓને રાખવામાં આવ્યા છે. આ પ્રદર્શનકારીઓમાંથી 10 લોકોની ઓળખ કરવામાં આવી છે જે ભીડને ઉશ્કેરવાનું કામ કરતા હતા. મુંબઈ પોલીસ મુજબ તેના પર ફરિયાદ નોંધવામાં આવશે. મુંબઈ પોલીસના સુત્રોની જાણકારી અનુસાર આ 10 લોકો એજ પ્રદર્શનકારી છે જેઓ નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધના નામ પર ઘણી વખત કાયદો તોડી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસને જાણકારી મળી હતી કે દિલ્હીની જેમ મુંબઈમાં પણ કેટલાક અસામાજિક તત્વો અશાંતિ ફેલાવી શકે છે. જેને લઈને મુંબઈ પોલીસ એલર્ટ પર હતી. દિલ્હીમાં વધી રહેલી હિંસાને જોતા મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ મુંબઈના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસદળની સંખ્યા વધારી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement