શોધખોળ કરો

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

રાવપુરા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સની અટકાયત કરી હતી. પોલીસ માર્ગ-મકાન વિભાગ પાસે રાઈડનું ચેકિંગ કરાવશે.

Vadodara:  વડોદરામાં બાળકોના જીવ સાથે રમત રમનારા રાઈડ સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના માંજલપુરમાં ચાલી રહેલા રોયલ મેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. નાના બાળકોની એક હેલિકોપ્ટર રાઇડ ચાલુ હતી ત્યારે અચાનક તેના લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. ત્યાં હાજર સૌ કોઈએ બૂમ પાડીને તાત્કાલિક રાઈડ બંધ કરાવી દીધી હતી. આ ઘટનામાં ચાર બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાને પગલે તંત્ર દોડતું થયું હતું. આ મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં રોયલ મેળાના માલિક નિલેશ તુરખિયા, સુપર વાઇઝર હેમરાજ મોરે, રાઈડના ઓપરેટર યુનુસ મોહમ્મદની પણ અટકાયત કરવામાં આવી હતી. રાવપુરા પોલીસે ગુનો નોંધી ત્રણેય શખ્સની અટકાયત કરી હતી. પોલીસ માર્ગ-મકાન વિભાગ પાસે રાઈડનું ચેકિંગ કરાવશે.

કોંગ્રેસ નેતા અમીબેન રાવતે કહ્યું હતું કે નિયમોને નેવે મૂકીને રાઈડની મંજૂરીઓ આપવામાં આવી હતી. અગાઉની ઘટનાઓ પરથી બોધપાઠ લેવાયો નથી. હરણીકાંડ બાદ કડક નિયમો બનાવ્યા તે કાગળ પર છે. નોંધનીય છે કે રોયલ મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવે છે. બુધવારે સાંજે આ મેળામાં નાના બાળકોની રાઈડનું લોક ખુલી જતા એક બાળકી નીચે પટકાઇ હતી. રાઈડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી. બાળકીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

રોયલ મેળામાં આવેલા લોકોએ કહ્યું હતું કે નાના બાળકોની રાઇડ એકદમ ફૂલ સ્પીડમાં ફરવા લાગી હતી. છોકરાઓ ચાલુ રાઈડમાં પડવા માંડ્યા હતા. દરવાજા પણ ખુલી ગયા હતા. લગભગ ત્રણથી ચાર બાળકો પડ્યા હતા. જ્યારે સમગ્ર બનાવને લઈને ઘટના સ્થળે આવી પહોંચેલા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે, રોયલ મેળાના સુપરવાઇઝર અને ઓપરેટરની અમે અટકાયત કરી છે. મેળામાં રાઈડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થશે.                                                              

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત

ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'

હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર

અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ

ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ

Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ

કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?

Embed widget