Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે. શિયાળા ઋતુમાં આ મહિનામાં ભારે પવન સાથે માવઠાની સંભવના છે, હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસો એટલે કે 26 થી 28 સુધી ગુજરાત કેટલાક જિલ્લાઓમાં માવઠું થશે. જો માવઠું થાય છે તો ગુજરાતના ખેડૂતો અને ખેતીને મોટુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું સંકટ તોળાયુ છે. રાજ્યમાં અત્યારે ડિસેમ્બરની ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે, ત્યારે વધુ એક આફત આવશે. હવામાન આગાહીકારોના મતે, આગામી 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, 26 ડિસેમ્બરે રાજ્યમાં કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે, આ ઉપરાંત 26 ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ ખાબકી શકે છે. આગામી 27 ડિસેમ્બરે પણ કચ્છ, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માવઠુ થશે. 28 ડિસેમ્બરે ફરી એકવાર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદી માહોલ રહેશે. જો ગુજરાતમાં અચાનક આ માવઠુ થશે તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે. ઉભો પાકને મોટુ નુકસાન પહોંચી શકે છે.