શોધખોળ કરો
Advertisement
હિમાચલ પ્રદેશમાં જાણકારી નહીં આપનાર કોરોના શંકાસ્પદને અલ્ટીમેટમ, DGPએ આપ્યો આ મોટો આદેશ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે.
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 લોકોના આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. રાજ્યમાં કોરોનાનો વધતા કેસને જોતા હિમાચલ પ્રદેશ પ્રશાસન કડક પગડા લઈરહ્યું છે. રાજ્યના ડીજીપીએ કોરોના શંકાસ્પદ હોવા છતાં પ્રશાસસને જાણકારી ન આપનારા લોકોને આજા સાંજે પાંચ કલાક સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
હિમાચલ પ્રદેશના ડીજીપી રામ મરડીએ કહ્યું કે, જો વિદેશથી પરત ફરેલ તબલિગી જમાતમાં સામેલ થયેલ લોકો આજે સાંજે પાંચ કલાક સુધીમાં જાણકારી નહીં આપે અને તેમના કારણે કોઈનું મોત થશે તો આવા લોકો વિરૂદ્ધ હત્યાનો કેસ નોંધાશે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 3500થી વધુ લોકો કોરોના સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે ભારતમાં 83 લોકોના મોત થયા છે.
દેશમાં મૃત્યુઆંક 79 પર પહોંચ્યો છે. જેમાં આશરે 30 ટકા કેસ તબ્લીગી જમાતના કારણે બતાવવામાં આવી રહ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 3,030 લોકો હાલ પણ કોવિડ 19થી સંક્રમિત છે, જ્યારે 266 લોકો સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે 472 નવા કેસ 24 કલાકમાં આવ્યા છે. જો તબ્લીગી જમાતની ઘટના ન બની હોત તો કેસ 7.1 દિવસમાં બેગણા થતા હતા, જ્યારે હવે 4.1 દિવસમાં બેગણા થઈ રહ્યા છે. આજે કેબિનેટ સચિવે દેશના તમામ જિલ્લાઅધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રન્સથી બેઠક કરી હતી.
કોરોનાને માત આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, આજે રાત્રે પીએમ મોદીની અપીલથી લોકો એક દિવસની દિવાળી મનાવશે, ઘરની બાલ્કીનમાં દીવા કરશે, આ એક કોરોના સામેની મોટી લડાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion