(Source: ECI/ABP News/ABP Majha)
ABP C-Voter Opinion Poll 2022: હિમાચલમાં BJP,કૉંગ્રેસ અને AAPમાં કોને મળશે કેટલી બેઠકો ? સર્વેમાં ખુલાસો
આ સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલમાં કોને કેટલી બેઠકો મળશે ? આ સવાલના જવાબમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.
Himachal Pradesh Opinion Poll 2022: ચૂંટણી પંચે શુક્રવારે (14 ઓક્ટોબર) હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. સી-વોટરે હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કર્યો છે. આજના સર્વેમાં ભૂલનું માર્જિન માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. 1 થી 14 ઓક્ટોબર વચ્ચે યોજાયેલા આ ઓપિનિયન પોલમાં 6,245 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે.
આ સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલમાં કોને કેટલી બેઠકો મળશે ? આ સવાલના જવાબમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 38-46 બેઠકો મળવાની આશા છે. કોંગ્રેસને 20-28 અને આમ આદમી પાર્ટીને 0-1 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે અન્યને 0-3 બેઠકો મળી રહી છે.
Election Breaking | ओपिनियन पोल के मुताबिक हिमाचल में फिर बन सकती है बीजेपी सरकार
— ABP News (@ABPNews) October 14, 2022
बीजेपी को 38-46, कांग्रेस को 20-28 सीटें - सर्वे
रूबिका लियाकत @RubikaLiyaquat के साथ
कौन बनेगा मुख्यमंत्री - https://t.co/smwhXUROiK #KBM2022 #Himachal #HimachalPradeshElection pic.twitter.com/iCL3KvpTtt
હિમાચલમાં કોની કેટલી બેઠકો મળશે ?
સ્ત્રોત- સી વોટર
ભાજપ- 38-46
કોંગ્રેસ- 20-28
આપ- 0-1
અન્ય - 0-3
દેશના બે રાજ્યો ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. આ અંગે ચૂંટણી પંચે શુક્રવારે (14 ઓક્ટોબર) દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરીને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદાન દરમિયાન મતદારોની સુવિધા માટે ઘણી જાહેરાતો કરી હતી.
આ જાહેરાતોમાં સૌથી મહત્વની વાત એ હતી કે હવે કોઈપણ મતદાર ચૂંટણીના છેલ્લા દિવસ સુધી પોતાના મતદારની નોંધણી કરાવી શકશે. જો કે, કમિશને તેની પ્રક્રિયા વિશે હજુ સુધી કોઈ વિગતવાર માહિતી શેર કરી નથી. આ વખતે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે ઘણી જાહેરાતો કરી છે. પંચે કહ્યું કે મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે, જ્યાં દરેક મતદાર મતદાનના છેલ્લા દિવસ સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાં કેટલાક મતદાન મથકો હશે જેમાં તમામ મતદાન કર્મચારીઓ મહિલાઓ હશે અને સુરક્ષા કર્મચારીઓ પણ સ્ત્રીઓ હશે.
નોંધ- એબીપી ન્યૂઝ માટે આ ઓપિનિયન પોલ સી-વોટર દ્વારા કરવામાં આવ્યો છે. આજના ઓપિનિયન પોલમાં તમામ જ્ઞાતિના લોકો પાસેથી તેમનો અભિપ્રાય જાણવામાં આવ્યો છે. આ સર્વેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથે કરવામાં આવેલી વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાયો પર આધારિત છે. આ માટે એબીપી ન્યૂઝ જવાબદાર નથી.