Kripal Singh Parmar resigns: ભાજપના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કહ્યું- છ મહિનાથી મને.......
આ પહેલા સોલન જિલ્લા ભાજપ કાર્યસમિતિ સભ્ય તથા બઘાટ અર્બન કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન પનવ ગુપ્તાએ પણ રાજીનામું આપ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. સિમોર જિલ્લા ઈન્ચાર્જ તથા સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ક્રિપાલ સિંહ પરમારે રાજીનામું આપ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યશ સુરેશ કશ્યપને લખેલા રાજીનામા પત્રમાં તેમણે છ મહિનાથી પ્રતાડિત કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
Himachal Pradesh: Senior BJP leader Kripal Singh Parmar resigns from the posts of Sirmaur District in-charge and state executive committee member.
— ANI (@ANI) November 24, 2021
"I am being harassed in the party for the last 6 months," he said in a statement
આ પહેલા સોલન જિલ્લા ભાજપ કાર્યસમિતિ સભ્ય તથા બઘાટ અર્બન કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન પનવ ગુપ્તાએ પણ રાજીનામું આપ્યું હતું. પવન ગુપ્તા વરિષ્ઠ ભાજપ નેતા છે. પૂર્વ મંત્રી તથા નાહનેથી ભાજપ ધારાસભ્ય ડો, રાજીવ બિંદલના નજીકના છે. થોડા દિવસો પહેલા બેંકના ચેરમેન તરીકે હતા ત્યારે ચૂંટણી માટે બનાવવામાં આવેલી કમિટીમાંથી હટાવાયા હતા. જે બાદ તેઓ તાજેતરમાં યોજાયેલી બેંક ચૂંટણીમાં પણ સામેલ થયા નહોતા. તેઓ લાંબા સમય સુધી બઘાટ બેંકના ચેરમેન રહ્યા હતા. તેમના રાજીનામાતી સોલનમાં ભાજપના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9283 નવા કેસ નોંધાયા છે અને 437 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10949 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 537 દિવસની નીચલી સપાટી 1,11,481 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4972 કેસ નોંધાયા છે અને 57 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં 118,44,23,573 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 76,58,203 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,46,47,136 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,57,697 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
- કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 17 હજાર 696
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 57 હજાર 698
- એક્ટિવ કેસઃ 1 લાખ 11 હજાર 481
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 584