હિમાચલ પ્રદેશમાં ત્રીજા ધોરણથી જ ભણાવવામાં આવશે સંસ્કૃત, હિન્દીના પાઠ્યપુસ્તકમાં જોડાશે 2 ચેપ્ટર
હિમાચલ પ્રદેશમાં ત્રીજા ધોરણથી સંસ્કૃત ભાષાને સિલેબસમાં સામેલ કરવામાં આવી છે. તેના માટે હિન્દીના પાઠ્યપુસ્તકમાં જ સંસ્કૃતના બે ચેપ્ટર ઉમેરવામાં આવશે. તેની શરૂઆત નવા એકેડેમિક ઇયરથી થશે.
હિમાચલ પ્રદેશમાં ત્રીજા ધોરણથી સંસ્કૃત ભાષાને સિલેબસમાં સામેલ કરવામાં આવી છે. તેના માટે હિન્દીના પાઠ્યપુસ્તકમાં જ સંસ્કૃતના બે ચેપ્ટર ઉમેરવામાં આવશે. તેની શરૂઆત નવા એકેડેમિક ઇયરથી થશે.
હિમાચલ રાજ્યના સરકારી સ્કૂલોમાં નવા એકેડેમિક ઇયરમાં ત્રીજા ધોરણથી જ સંસ્કૃત ભાષાને અનિવાર્ય કરાઇ છે. એટલે કે ત્રીજા ધોરણથી હવે રાજ્યોમાં બાળકોને સંસ્કૃત ભાષા ભણાવવામાં આવશે. આ બદલાવ નવી શિક્ષણ નિતી હેઠળ કરાયો છે. મંગળવારે શિક્ષા મંત્રીની અઘ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ મુદ્દ નિર્ણય લેવાયો હતો.
હિન્દીના પાઠ્ય પુસ્તકમાં જ જોડવામાં આવશે સંસ્કૃતના બે ચેપ્ટર
બેઠકમાં નિર્ણય લેવાયો કે હાલ હિન્દીના હિન્દીના પાઠ્ય પુસ્તકમાં જ સંસ્કૃતના બે ચેપ્ટર જોડવામાં આવશે.આ હેતુની પૂર્તિ માટે શિક્ષણ વિભાગ સંસ્કૃતના બે નવા ચેપ્ટર તૈયાર કરીને શિક્ષણ બોર્ડને મોકલશે. એકેડેમિક ઇયર 2021-22થી સ્કૂલ શિક્ષા બોર્ડ દ્વારા તેને હિન્દીના પુસ્તકમાં સામેલ કરાશે.
ચોથા અને પાંચમા ધોરણમાં સંસ્કૃતનો પાઠમાં વધારો થશે
ઉલ્લેખનિય છે કે, નાના બાળકો પર નવા વિષયનો વધુ બોજ ન પડે આ કારણે હાલ માત્ર સંસ્કૃતના 2 પાઠ જ ભણાવવામાં આવશે. જો કે ચોથા અને પાંચમા ધોરણમાં આ પાઠની સંખ્યા વધારવામાં આવશે, શિક્ષા વિભાગના અધિકારીઓ મુજબ આ રીતે થોડા-થોડા અધ્યાય આપવાથી છઠ્ઠા ધોરણમાં નવો વિષય આવતા વિદ્યાર્થીઓને બોજારૂપ નહીં લાગે. એટલા માટે ત્રીજા ધોરણથી સંસ્કૃત ભાષાની શબ્દાવલી શરૂ કરી દેવાનો નિર્ણય કરાયો છે. જેબીટીના અધ્યાપકો સંસ્કૃતના ક્લાસ લેશે, જેના માટે તેમને રીતસરની તાલીમ અપાશે.
આ સાથે શિક્ષા સચિવ રાજીવ શર્માએ રાજ્ય સંસ્કૃત એકેડમીથી પણ ત્રીજાથી પાંચમાં ઘોરણના વિદ્યાર્થીઓ માટે ભણાવવામાં આવતો સંસ્કૃતના પાઠ માટે સાહિત્ય સામગ્રી આપવાનું કહ્યું છે. શિક્ષણ સચિવ અનુસાર નવા શૈક્ષણિક સત્રથી તેનો શુભારંભ થશે, બાળકો પર અચાનક જ નવા વિષયનો બોજ ન આવે તે માટે ત્રીજા ધોરણમાં 2, ચોથા અને પાંચમા ધોરણા મર્યાદિત સંખ્યામાં ચેપ્ટર અપાશે ત્યારબાદ છઠ્ઠા ધોરણથી સંપૂર્ણ સંસ્કૃતના વિષયનો સમાવેશ થશે.