જમ્મુ-કાશ્મીરઃ હિઝબુલનો ટૉપ કમાન્ડર મેહરાજુદ્દીન ઠાર, કેટલાય આતંકી કાવતરામાં હતો સામેલ
મેહરાઝુદ્દીન, ઘાટીમાં કેટલાય આતંકી કાવતરાને અંજામ આપવામાં સામેલ રહ્યો છે. પોલીસ, સેના અને સીઆરપીએફે જૉઇન્ટ ઓપેરશન કરી આતંકીને ઠાર માર્યો છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે એક મોટી ખબર સામે આવી. સુરક્ષાદળોએ ઘાટીમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ટૉપ કમાન્ડર મેહરાઝુદ્દીનને ઠાર માર્યો છે. હંદવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓને આ મોટી સફળતા મળી છે. મેહરાઝુદ્દીન, ઘાટીમાં કેટલાય આતંકી કાવતરાને અંજામ આપવામાં સામેલ રહ્યો છે. પોલીસ, સેના અને સીઆરપીએફે જૉઇન્ટ ઓપેરશન કરી આતંકીને ઠાર માર્યો છે.
One of the oldest & top-commander of Hizbul Mujahideen terror-outfit Mehrazuddin Halwai @ Ubaid got neutralised in Handwara encounter. He was involved in several terror crimes. A big success: IGP Kashmir
— ANI (@ANI) July 7, 2021
અગાઉ આતંકઓએ મોડીરાત્રે ઘરમાં ઘુસીને SPOની કરી હતી હત્યા કરી, પત્ની-દીકરીનું પણ થયુ હતુ મોત---
અગાઉ જમ્મૂ-કશ્મીરના અવંતીપોરામાં આતંકીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું હતુ. આતંકીઓએ મધરાત્રે જમ્મૂ-કશ્મીર પોલીસના SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આ હુમલામાં ફૈયાઝ અહમદ શહીદ થયા તો તેના પત્ની અને પુત્રીએ પણ વહેલી સવારે જીવ ગુમાવ્યો હતો.
આ અંગે જમ્મૂ- કશ્મીર પોલીસે કહ્યું હતુ કે કેટલાક અજાણ્યા શખ્સો અડધી રાત્રે SPO ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને સીધુ જ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં ફૈયાઝ અહમદના માથામાં ગોળી મારતા સ્થળ પર જ શહીદ થયા હતા. જ્યારે તેના પત્ની અને પત્નીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નિપજ્યા હતા.
હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી પોલીસે હુમલાખોરોની તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ બેથી ત્રણ આતંકીઓએ આ હુમલાને અંજામ આપ્યો અને ભાગી છૂટવામાં સફળ રહ્યા છે. જોકે કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી ન હતી. છેલ્લા કેટલાક સમયથી કશ્મીરના જુદા- જુદા વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. તાજેતરમાં જ શ્રીનગરમાં બે જગ્યાઓએ બે પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી તેની હત્યા કરી દીધી હતી. મધ્ય કશ્મીર અને દક્ષિણ કશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. આવી ઘટનાઓને DRF સંગઠનનો હાથ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ આવી ઘટનાઓને અંંજામ આપતા રહે છે.