શોધખોળ કરો
Advertisement
J&K: હવે નહિ થાય પેલેટ ગનનો ઉપયોગ, ગૃહમંત્રીએ કહ્યું જલ્દી જ મળશે વિકલ્પ
નવી દિલ્લી: આજે ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ પર મોટુ નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે આવનારા દિવસોમાં પેલેટ ગનનો વિકલ્પ મળી જશે. જમ્મુ-કશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગથી 1 હજાર લોકો ઝખમી થયા છે. અને ઘણા લોકોએ દ્રષ્ટિ ગુમાવી છે.
જમ્મુમાં પરિસ્થિતિ વણસ્યા બાદ પ્રદર્શનોમાં 60થી વધારે લોકો મૃત્યુ પામ્યા અને 3000થી વધારે લોકો ઘાયલ થયા હતા. તેમાંથી 900થી વધારે લોકો પેલેટ ગનના શિકાર થયા છે.
રાજનાથ સિંહે દાવો કર્યો છે કે પેલેટ ગનનો વિકલ્પ આવતા થોડા દિવસમાં મળી જશે.
પોલી કાર્બોનેટ શિલ્ડ અને હેલમેટ સાથે ફુલ બોડી આર્મર પેલેટ ગનનો વિકલ્પ છે. તેને પહેરીને ચાલનારા જવાન પર ભીડના હુમલામાં ભલે પથ્થર હોય કે લાઠીની અસર નહિ થાય.
સુરક્ષાબળના જવાનોએ પ્રદર્શનકારીઓથી જો એંટી રાઈટ ડ્રિલ ઈક્વિપમેંટ હજી વાપરે છે તેમાં લોખંડના હેલમેટ અને વાંસનું બોડી ગિયર પહેરે છે. તે પથ્થર, આગ કે એસિડના હુમલા સહમ કરવા સક્ષમ નથી.
જાણકારોનું કહેવું છે કે પેલેટ ગનના બદલે જો તેનો ઉપયોગ કરવામાં આવે તે ભીડની હિંમત પણ ઓછી થાય અને સાથે જ જવાનો ઓછા ઘાયલ થાય તો તેઓ ગુસ્સે થયા વિના કાર્યવાહી પણ કરી
ફુલ બોડી પ્રોટેક્ટર લગભગ 13 હજાર રૂપિયા, પોલીકાર્બોનેટ શિલ્ડ 3 હજાર આસપાસ અને હેલમેટ લગભગ 2000 રૂપિયા આસપાસ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement