Same Sex Marriage Verdict: સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, પાંચ જજોનો 3-2થી ચુકાદો
Same Sex Marriage Verdict: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે દરેકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. નોંધનીય છે કે અરજીકર્તાઓએ માંગ કરી છે કે આ પ્રકારના લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવે.
Same Sex Marriage Verdict: સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 3-2 બહુમતીથી નિર્ણય લેતા કહ્યું કે આવી મંજૂરી માત્ર કાયદા દ્વારા જ આપી શકાય છે અને સુપ્રીમ કોર્ટ સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓને રદ કરી શકે નહીં. પોતાનો નિર્ણય આપતી વખતે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેમના મતે સંસદે નિર્ણય લેવો જોઈએ કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવી કે નહીં. તેમણે સમલૈંગિક સમુદાય વિરુદ્ધ ભેદભાવ રોકવા માટે કેન્દ્ર અને પોલીસ દળોને અનેક દિશા નિર્દેશ પણ જાહેર કર્યા હતા.
SC refuses to give marriage equality right to LGBTQIA+ community
— ANI Digital (@ani_digital) October 17, 2023
Read @ANI Story |https://t.co/OJo4qm3aAL#SupremeCourtofIndia #LGBTQIA #SameGenderMarriage pic.twitter.com/F8rOTzGd1b
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ભારતમાં LGBTQIA+ સમુદાયને લગ્નમાં સમાનતાના અધિકાર આપવાનો ઇનકાર કર્યો હતો. સરકારને નિર્દેશ આપતાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દે એક કમિટી બનાવો અને કાયદો લાગુ કરવા પર વિચાર કરો. તેમની સાથે કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે તેમની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ.
"There is no unqualified right to marriage except as it recognised under the law. Conferring legal status to civil union can only be through enacted law. Transsexual persons in homosexual relationships have the right to marry" says the Supreme Court on same-sex marriage pic.twitter.com/o1M9AqHrSF
— ANI (@ANI) October 17, 2023
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે દરેકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આ સાથે જ આર્ટિકલ 21 હેઠળ સન્માન સાથે જીવવું એ મૂળભૂત અધિકાર છે. સરકારે પોતે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ. લગ્ન ચોક્કસપણે કાયદાકીય દરજ્જો છે, પરંતુ તે મૂળભૂત અધિકાર નથી.
સ્પેશિયલ મેરેજ એક્ટને વિવિધ ધર્મ અને જાતિના લોકોને લગ્ન કરવાની મંજૂરી આપવા માટે બનાવવામાં આવ્યો હતો. સમલૈંગિક લગ્ન માટે તેને રદ્દ કરવું ખોટું ગણાશે. જો આ કાયદા (સ્પેશિયલ મેરેજ એક્ટ) હેઠળ સમલૈંગિક લગ્નને દરજ્જો આપવામાં આવશે, તો તેની અસર અન્ય કાયદાઓને પણ થશે. આ તમામ બાબતો સંસદને જોવાની છે.
Marriage equality case | CJI Chandrachud says it’s incorrect to say marriage is a static and unchanging institution. If the Special Marriage Act is struck down, it will take the country to the pre-Independence era, he adds.
— ANI (@ANI) October 17, 2023
Whether a change in the regime of the Special Marriage…
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે નિર્ણય વાંચતા કહ્યું હતું કે કુલ 4 નિર્ણયો છે. અમે કેટલીક બાબતો પર સહમત છીએ પણ કેટલીક બાબતો પર અસહમત છીએ. હું મારા ચુકાદાના અંશો વાંચી રહ્યો છું. શક્તિઓની વહેંચણી બંધારણમાં કરવામાં આવી છે. કોઈ અંગ બીજાના અધિકારક્ષેત્ર હેઠળ કામ કરતું નથી. કેન્દ્રએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ આવા લગ્નોને માન્યતા આપીને સંસદના અધિકારક્ષેત્રમાં દખલ કરશે.
સરકારે આવા સંબંધોને કાનૂની દરજ્જો આપવો જોઈએ, જેથી તેમને જરૂરી કાયદાકીય અધિકારો પણ મળી શકે. સુનાવણી દરમિયાન સરકારે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં આ માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
સીજેઆઈએ કહ્યું કે દરેક વ્યક્તિને એ અધિકાર છે કે તે પોતાને (પુરુષ કે સ્ત્રી) કઇ રીતે ઓળખાવે છે. બંધારણ મુજબ નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોર્ટની છે.
CJIએ વધુમાં કહ્યું હતું કે તે સંસદને નક્કી કરવાનું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓમાં ફેરફારની જરૂર છે કે કેમ અને કોર્ટ સંસદના અધિકારક્ષેત્રમાં પ્રવેશવા માંગતી નથી.
Same-sex marriage | CJI Chandrachud says homosexuality or queerness is not an urban concept or restricted to the upper classes of society....Queerness can be regardless of one's caste or class or socio-economic status. https://t.co/2Ux5Rk5h8p
— ANI (@ANI) October 17, 2023
ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી હતી કે 'પરંતુ અમારી સમક્ષ મૂળભૂત અધિકારોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેથી, અમારા નિર્ણયને કોઈના અધિકારક્ષેત્રમાં દખલ ગણવામાં આવશે નહીં. કોર્ટ કાયદો બનાવતી નથી, પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે. આ એક એવો વિષય છે જે માત્ર શહેરી ઉચ્ચ વર્ગ પૂરતો મર્યાદિત ન હોઈ શકે. દરેક વર્ગમાં આવા લોકો હોય છે. દરેક સંસ્થા સમય સાથે બદલાતી રહે છે. લગ્ન પણ આવી સંસ્થા છે. છેલ્લા 200 વર્ષોમાં આ ફેરફારો સતી પ્રથા નાબૂદી, વિધવા પુનઃલગ્નથી લઈને આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિય લગ્નો સુધી થયા છે.
Same-sex marriage | "The doctrine of separation of powers cannot stand in the way of the court issuing directions to protect fundamental rights. The court cannot make law but only can interpret and give it effect," says CJI Chandrachud. pic.twitter.com/IxmIh4Tpon
— ANI (@ANI) October 17, 2023
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સામાજિક અને વહીવટી આધાર પર આ માંગનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સમાજ અને તેની માન્યતાઓ સમલૈંગિક લગ્નને યોગ્ય માનતી નથી. કોર્ટે સમાજના એક મોટા વર્ગનો અવાજ પણ સાંભળવો જોઈએ. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે કાયદો બનાવવો કે તેમાં ફેરફાર કરવો સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે.

કોર્ટમાં બેઠેલા કેટલાક લોકોએ એવો મોટો નિર્ણય ન લેવો જોઈએ જે સમાજમાં કાયમી પરિવર્તન લાવે. સુપ્રીમ કોર્ટ પોતાના તરફથી લગ્નની નવી સંસ્થાને માન્યતા આપી શકે નહીં. સરકારે એમ પણ કહ્યું કે લગ્નને માન્યતા મળ્યા બાદ સમલૈંગિક કપલ્સ પણ બાળકને દત્તક લેવાનો પ્રયાસ કરશે. આવા દંપતિમાં મોટા થતા બાળકની માનસિક સ્થિતિ પણ ધ્યાનમાં લેવી જોઈએ.
સોલિસિટર જનરલે એમ પણ કહ્યું કે સમલૈંગિક લગ્નનો મુદ્દો એટલો સરળ નથી. સ્પેશિયલ મેરેજ એક્ટમાં માત્ર નાના ફેરફારો કરવાથી ફાયદો થશે નહીં. સમલૈંગિક લગ્નની માન્યતા અનેક કાયદાકીય ગૂંચવણોને જન્મ આપશે. 160 અન્ય કાયદાઓ પણ તેનાથી પ્રભાવિત થશે. કૌટુંબિક અને પારિવારિક મુદ્દાઓને લગતા આ કાયદાઓમાં પુરુષને પતિ તરીકે અને સ્ત્રીને પત્ની તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
Same-sex marriage | CJI Chandrachud says homosexuality or queerness is not an urban concept or restricted to the upper classes of society. pic.twitter.com/pLCqFQnhk8
— ANI (@ANI) October 17, 2023
અરજદારોએ વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક કપલ્સને કોઈ કાનૂની અધિકાર નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી, તેઓ એકસાથે બેન્ક ખાતું ખોલાવી શકતા નથી. તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા મળશે.
Same-sex marriage | CJI DY Chandrachud says he has dealt with the issue of judicial review and separation of powers.
— ANI (@ANI) October 17, 2023
"The doctrine of separation of powers means that each of the three organs of the State perform distinct functions. No branch can function any others' function.… pic.twitter.com/HiaulENmhN
સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની 5 જજોની બેન્ચે 11 મેના રોજ આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વાસ્તવમાં આ મુદ્દે 18 અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ માંગ કરી છે કે આ પ્રકારના લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવે.