શોધખોળ કરો
Advertisement
કોરોનાની વેક્સિન લગાવ્યાં બાદ કેટલા દિવસ સુધી રહેશે ઇમ્યુનિટિ? જાણો શું કહે છે વૈજ્ઞાનિકો
કોવિડ-19 સામે લડવા માટે દેશમાં વેક્સિનેશનનો શુભારંભ 16 જાન્યુઆરીથી થઇ ગયો. ત્યારે વેક્સિન લીધા બાદ કેટલા દિવસ સુધી ઇમ્યૂન રહી શકાશે? તે સવાલ થવો સ્વાભાવિક છે.તો આ મુદ્દે વૈજ્ઞાનિકનો શું મત છે જાણીએ..
હાલ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ વેક્સિન તેમજ ભારત બાયોટેકની કોવેક્સિનથી લોકો વેક્સિનેટ થઇ રહ્યાં છે. વેકિસનેશન શરૂ થતાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે આ વેક્સિન કેટલી કારગર છે અને તેનાથી કેટલા સમય સુધી ઇમ્યૂન રહી શકાય. આ મુદ્દે વૈજ્ઞાનિક તથ્યો શું છે જાણીએ..
ઓરેગન સ્ટેટ યુનિવર્સિટીના સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ ડાયરેક્ટર ચુન્હુર્ઇના મત મુજબ કોવિડ-19ની વેક્સિન લગાવ્યા બાદ એક નિશ્ચિત સમય સુધી શરીરમાં ઇમ્યૂનિટી બની રહશે. જો કે તેનાથી બચવા માટે બની શકે કે, દર વર્ષે વેક્સિન લગાવવી પડે.
કોવીશિલ્ડ
ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનકાની એડિનો વાયરસ વેક્સિન કોવીશીલ્ડને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ મેનુફેક્ચરિંગ કરી છે. ઓક્સફોર્ડની આ વેક્સિનના રિયલ માસ્ટર માઇન્ડ પ્રોફેસર સારા ગિલ્બર્ટ છે. સારા ગિલ્બર્ટે વેક્સિનની અસરકારકતા વિષે વાત કરતા જણાવ્યું કે, આ વેક્સિનથી લાંબો સમય સુધી ઇમ્યુનિટી યથાવત રહેશે. ઉપરાંત કુદરતી રીતે રોગપ્રતિકારકશક્તિ વધતા વધુ સારૂ પરિણામ આપી શકે છે.
કોવેક્સિન
ભારત બાયોટેક દ્રારા બનાવેલી કોવેક્સિન વેક્સિનેશન પ્રોગ્રામમાં ઉપયોગમાં આવતી બીજી વેક્સિન છે. તાજેતરમાં જાહેર થયેવા શોધપત્રના આધારે કંપનીનો દાવો છે કે, કોવિડ-19 સામે લડવામા કોવેક્સિન 6 મહિનાથી માંડીને એક વર્ષ સુધી ઇમ્યૂનિટી ડેવલપ કરતી રહેશે,
મોર્ડના અને ફાઇઝર
મોર્ડના અને ફાઇઝરની વેક્સિનને લઇને મોટો દાવો થઇ રહ્યા છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ મેડિકલ બ્રાન્ચમાં એક્સપરીમેન્ટલ પેથોલોજી ગ્રેજ્યુએટ પ્રોગ્રામના ડાયરેક્ટર જેરે મૈક્બ્રાઇડે પણ મોર્ડના અને ફાઇઝર વેક્સિનની અસર ત્રણ વર્ષ સુધી રહેવાનો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion