શોધખોળ કરો
સાતમા પગારપંચની ભલામણોનેે કેબિનેટની મંજૂરી, જાણો કેટલી વધશે સેલેરી

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આગામી સમયમાં અચ્છે દિન આવી શકે છે. કેબિનેટની બેઠકમાં સાતમા પગારપંચને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં કુલ મળીને 23.55 ટકાનો વધારો થશે. શું છે ખાસ વાતો? આ ભલામણ બાદ કેન્દ્ર સરકારમાં શરૂઆતનો બેઝિક પગાર 7000 રૂપિયાને બદલે 18 હજાર રૂપિયા થઇ જશે. પગારમાં વધારો આ વર્ષે જાન્યુઆરીમાં લાગૂ થઇ જશે. કેટલો વધશે પગાર હાલમાં કેન્દ્ર સરકારમાં બેઝિક સેલેરી 7000 રૂપિયા છે. જેમાં 125 ટકા મોંઘવારી ભથ્થુ એટલે કે ડીએ ઉમેરવામાં આવે તો આ રકમ 15750 રૂપિયા થઇ જશે. સમિતિની ભલામણો બાદ આ સેલેરી 18000 રૂપિયા થઇ જશે.
Before You Go
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર





















