Vaccination: ખાનગી હોસ્પિટલમાં રસી લેવા પર સરકાર ટેક્સથી કેટલી કમાણી કરે છે ? જાણો વિગતે
શરૂઆતમાં કેન્દ્ર સરકારે 150 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે બન્ને દેશી કંપનીઓની રસી કોવીશીલ્ડ અને કોવેક્સિન ખરીદી હતી અને તેને સરકારી અને ખાનગી હોસ્પિટલને પણ આપી હતી.
દેશમાં કોરોના કહેર પર નિયંત્રણ મેળવવા માટે રસીકરણ અભિયાન પર ભાર મુકવાની કવાયત ચાલી રહી છે પરંતુ રસીની અછતને કારણે અભિયાન પર અસર પડી રહી છે. રસીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટ ખાનગી હોસ્પિટલમાં પણ રસી આપવીની છૂટ આપવામાં આવી છે પંરતુ રસીની કિંમત વધારે છે જેથી મોટાભાગના લોકો ખાનગી હોસ્પિટલમાં રસી લેવા નથી જઈ રહ્યા.
શરૂઆતમાં કેન્દ્ર સરકારે 150 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે બન્ને દેશી કંપનીઓની રસી કોવીશીલ્ડ અને કોવેક્સિન ખરીદી હતી અને તેને સરકારી અને ખાનગી હોસ્પિટલને પણ આપી હતી. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલોને 100 રૂપિયા વેક્સીનેશન ચાર્જ (Vaccination Charge) વસુલવાની મંજૂરી આપી હતી. તે સમયે ખાનગી હોસ્પિટલ એ વાત પર સહમત હતી કે 100 રૂપિયામાં રસી લગાવવાનો ખર્ચ કવર થઈ જાય છે. પરંતુ હવે એ હોસ્પિટલ પ્રતિ ડોઝ 900થી 1400 રૂપિયા રસી માટે લઈ રહી છે.
આ રીતે વધી રસીની કિંમત
30 એપ્રિલ સુધી ખાનગી હોસ્પિટલમાં કોવીશીલ્ડ કોવેક્સિનના એક ડોઝની કિંમત 250 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તેમાં 150 રૂપિયામાં કેન્દ્ર સરકાર રસીના ડોઝ ખાનગી હોસ્પિટલને આપતી હતી અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ લેવાની મંજૂરી હતી. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલ સીધા જ રસી બનાવતી કંપનીઓ પાસેથી રસી ખરીદવા લાગી. એક મેના રોજ હોસ્પિટલને કોવીશીલ્ડનો એક ડોઝ 600 રૂપિયામાં મળ્યો. તેના પર 5 ટકા જીએસટી અને સર્વિસ ચાર્જ મળીને 800થી 900 રૂપિયામાં તે લોકને રસી આપી રહી છે.
કોવેક્સની કિંમત 1400 સુધી
બીજી અને કોવેક્સિનની કિંમત હોસ્પિટલ 1200 રૂપિયા સુધી વસુલી રહી છે. હોસ્પિટલોનું કહેવું છે કે કોવેક્સિન તેને કંપની પાસેથી 1200 રૂપિયામાં મળી રહી છે. જીએસટી અને સર્વિસ ચાર્જ મળીને તે લોકોને 1400 રૂપિયામાં વેચી રહી છે. એટલે કે એક વ્યક્તિને રસીના બન્ને ડોઝ ઓછામાં ઓછામાં 2000 રૂપિયામાં પડશે. જો પરિવારમાં પાંચ વ્યક્તિ હોય તો તેને 10 હજાર રૂપિયા રસી પાછળ ખર્ચ કરવા પડશે.
હોસ્પિટલનો દાવો રસીની પડતર કિંમત 900 રૂપિયા
એક હોસ્પિટલે ટીઓઆઈને કહ્યું કે, જીએસટી અને ટ્રાન્સપોર્ટેશન તથા સ્ટોરેજ કોસ્ટની સાથે કોવિશીલ્ડની કિંમત 660થી 670 રૂપિયામાં પડે છે. તેમાંથી 5-6 ટકા રસી બરબાદ થઈ જાય છે. આ રીતે પ્રતિ ડોઝ રસીની કિંમત 710થી 715 રૂપિયામાં પડે છે. રસી લગાવાવના ચાર્જમાં હેન્ડ સેનેટાઈઝર, સ્ટાફ માટે પીપીઈ કિટ, બાયોમેડિકલ વેસ્ટ ડિસ્પોઝલ વગેરેના ખર્ચ સામેલ છે જે 170થી 180 રૂપિયા આવે છે. આ રીતે રસીના પ્રતિ ડોઝની પડતર કિંમત 900 રૂપિયા છે. મેક્સ હોસ્પિટલમાં કોવિશીલ્ડ રસીની કિંમત પ્રતિ ડોઝ 900 રૂપિયા છે જ્યારે અપોલો હોસ્પિટલમાં તેના માટે 850 રૂપિયા લેવામાં આવે છે. તેવી જ રીતે મનિપાલમાં કોવેક્સિનના એક ડોઝની કિંમત 1350 રપિયા છે જ્યારે ફોર્ટિસ હોસ્પિટલ તેના માટે 1250 રૂપિયા લે છે. બેંગલુરુની BGS Gleneanges Hospital અને કોલકોતાની Woodlands Hospital કોવેક્સિનના એક ડોઝ માટે 1500 રૂપિયા લે છે.