શોધખોળ કરો

કેવી રીતે જાસૂસી કરે છે Pegasus સ્પાયવેર, યૂઝરનો ફોન કેવી રીતે કરે છે હેક ...? જાણો વિગતે

પેગાસસને ઈઝરાયેલ સ્થિત સાઈબર ઈન્ટેલિજન્સ અને સિક્યોરિટી ફર્મ NSO ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ ભારતમાં થોડા સમય પહેલા જ પેગાસસ સ્પાયવેરને લઈને નવો વિવાદ છેડાઈ ગયો છે, જે આજે સુપ્રીમ કોર્ટના આ મામલાની તપાસના નિર્ણય સાથે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કેન્દ્ર સરકારને ઝટકો આપતા દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરી છે. હકીકતમાં, થોડા સમય પહેલા મીડિયા અહેવાલોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે આ સોફ્ટવેરની મદદથી ભારતમાં ડઝનેક રાજકારણીઓ, પત્રકારો અને કાર્યકર્તાઓની તેમના ફોન પર જાસૂસી કરવામાં આવી છે. વિપક્ષ આના પર ગુસ્સે થયો જ્યારે સરકારે કોઈપણ 'અનધિકૃત અવરોધ'નો ઇનકાર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે પેગાસસને ઈઝરાયેલ સ્થિત સાઈબર ઈન્ટેલિજન્સ અને સિક્યોરિટી ફર્મ NSO ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. આ સ્પાયવેર 2016 થી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે અને તે Q Suite અને Trident જેવા અન્ય નામોથી પણ ઓળખાય છે. બજારમાં ઉપલબ્ધ આવા તમામ ઉત્પાદનોમાં તે સૌથી વધુ ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. તે એપલની મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમ iOS અને Android ઉપકરણોમાં પ્રવેશ કરી શકે છે. પેગાસસનો ઉપયોગ સરકારો દ્વારા લાયસન્સ આધાર પર કરવાનો હતો. મે 2019 માં તેના વિકાસકર્તાએ સરકારી ગુપ્તચર એજન્સીઓ અને અન્ય લોકો માટે પેગાસસનું વેચાણ મર્યાદિત કર્યું.

NSO ગ્રૂપની વેબસાઈટના હોમ પેજ મુજબ, કંપની એવી ટેક્નોલોજી બનાવે છે જે "સરકારી એજન્સીઓને આતંકવાદ અને અપરાધને રોકવા અને તેની તપાસ કરવામાં મદદ કરે છે, વિશ્વભરમાં હજારો લોકોના જીવ બચાવે છે."

પેગાસસ સ્પાયવેર કેવી રીતે કામ કરે છે

ઈઝરાયેલના NSO ગ્રુપ દ્વારા વિકસિત પેગાસસ સ્પાયવેર iPhones અને Android ફોનમાં ઘૂસણખોરી કરવામાં સક્ષમ છે. હેકિંગમાં આ સોફ્ટવે WhatsApp ની એક ખામીનો ઉપયોગ કર્યો છે. આ સ્પાયવેર હાનિકારક લિંક અથવા મિસ્ડ વોટ્સએપ વિડીયો કોલ દ્વારા પ્રવેશ કરે છે. પછી તે ફોનના બેકગ્રાઉન્ડમાં ચુપચાપ સક્રિય થાય છે.

આ રીતે, આ સ્પાયવેર ફોનના સંપર્કો, સંદેશાઓ અને અન્ય ડેટાની સંપૂર્ણ ઍક્સેસ મેળવે છે. આ સોફ્ટવેર યુઝરના ફોનના માઇક્રોફોન અને કેમેરાને પણ ઓટોમેટીક ઓન કરી શકે છે. વોટ્સએપે હવે આ ખામીને સુધારી છે.

ફોનમાં સ્પાયવેર કેવી રીતે પ્રવેશે છે?

વોટ્સએપ વીડિયો કોલ યુઝરના ફોન પર આવે છે. એકવાર ફોનની રિંગ વાગે છે, હુમલાખોર હાનિકારક કોડ મોકલે છે અને આમ આ સ્પાયવેર ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અને ઓપરેટિંગ સિસ્ટમ પર કબજો કરી લે છે. સ્પાયવેર સંદેશાઓ, કૉલ્સ, પાસવર્ડ્સની ઍક્સેસ મેળવે છે. તેની પાસે માઇક્રોફોન અને કેમેરાની પણ ઍક્સેસ છે, અને વપરાશકર્તાના ફોનમાં છૂપાઇ ગયા પછી આ સ્પાયવેર તમામ ડેટા અને ગુપ્ત જાણકારી ચોરી લે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget