શોધખોળ કરો

Operation Sindoor: PAKમાં 100 કીમીની અંદર ધૂસીને આતંકના આ 9 અડ્ડાને કેવી રીતે બનાવ્યાં નિશાન, જાણો Inside Story

Operation Sindoor: પાકિસ્તાનમાં 100 કિમી અંદર હુમલો, જાણો તે 9 આતંકવાદી ઠેકાણાઓ વિશે, ભારતે તેમને કેવી રીતે અને શા માટે નિશાન બનાવ્યા

Operation Sindoor:"ઓપરેશન સિંદૂર" નામના આ હવાઈ હુમલામાં ત્રણ મુખ્ય પાકિસ્તાની આતંકવાદી જૂથો - જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.

પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા, ભારતે આજે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓછામાં ઓછા 9 સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર મોટા પાયે હુમલો કર્યો. આ હુમલો પહેલગામ આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી થયો છે જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને માર્ગદર્શન કરવામાં આવતું હતું." "અમારી કાર્યવાહી કેન્દ્રિત, માપેલી અને સીમિત  રહી છે. કોઈપણ પાકિસ્તાના આર્મી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતે લક્ષ્યોની પસંદગીમાં અને તેમને કેવી રીતે ત્રાટકવામાં આવ્યા તેમાં ખૂબ જ સંયમ દાખવ્યો છે," નિવેદનમાં જણાવાયું છે.

રિપોર્ટ અનુસાર, પીઓકેમાં જે 9 સ્થળોએ ભારતે પાકિસ્તાનીના આતંરી અડ્ડા પર હુમલો કર્યો છે તેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. આ એ જગ્યાઓએ   આતંકવાદીઓના અડ્ડા હતા. અમે તમને જણાવીએ છીએ કે, આ સ્થળોએ કયા આતંકવાદી સંગઠનો સક્રિય હતા અને ભારતે કયા આતંકવાદી સંગઠનોને નિશાન બનાવ્યા છે.

9 આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો

"ઓપરેશન સિંદૂર" નામના આ હવાઈ હુમલામાં ત્રણ મુખ્ય પાકિસ્તાની આતંકવાદી જૂથો - જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. સૌથી મહત્વપૂર્ણ લક્ષ્યોમાંનું એક બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જે આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર સ્થિત હતું. આ શહેરને જૈશ-એ-મોહમ્મદનું ઓપરેશન સેન્ટર માનવામાં આવે છે. 2019 માં પુલવામા હુમલા પછીથી તે ભારતીય એજન્સીઓના રડાર પર હતો. બહાવલપુરમાં સુભાન અલ્લાહ મસ્જિદ, જેને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, તે એ જ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા આતંકવાદી હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જૈશ-એ-મોહમ્મદ (JeM) કેડરોના તાલીમ માટેનું મુખ્ય કેન્દ્ર હતું.

ભારતે સામ્બાની સામે ભારત-પાકિસ્તાન સરહદથી 30 કિલોમીટર દૂર મુરિદકેમાં બીજો મોટો હુમલો કર્યો છે. આ સ્થળ લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક છે. આ સ્થળ 26/11 ના મુંબઈ હુમલા સાથે સીધું સંબંધિત છે. ભારતીય સેનાએ POKની અંદર પણ હુમલો કર્યો છે. તંગધાર સેક્ટરમાં સવાઈ કેમ્પને મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યો છે. આ સ્થળ લશ્કરનું પણ એક કેન્દ્ર છે, જે સોનમર્ગ (20 ઓક્ટોબર, 2024), ગુલમર્ગ (24 ઓક્ટોબર, 2024) અને પહેલગામમાં તાજેતરના હુમલા સહિત અનેક હાઇ-પ્રોફાઇલ હુમલાઓ સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, પૂંછ-રાજૌરી પટ્ટામાં નિયંત્રણ રેખાથી 35 કિમી દૂર ગુલપુરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. ગુપ્તચર માહિતી સૂચવે છે કે એપ્રિલ 2023 માં પૂંછમાં ભારતીય સૈનિકો પર હુમલો અને જૂન 2024 માં હિન્દુ યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલામાં તેની ભૂમિકા હતી.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget