કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી કેવી રીતે બચી શકાય, એક્સ્પર્ટે શું આપી સલાહ
દુનિયાભરમાં ફરી એકવાર વધી રહેલા કોરોના કેસને જોતા એવું કહી શકાય કે આ મહામારીથી છૂટકારો નહીં મળે. કોરોનાના નવા-નવા વેરિયન્ટ ચિંતા વધારી છે.
Delta variant:દુનિયાભરમાં ફરી એકવાર વધી રહેલા કોરોના કેસને જોતા એવું કહી શકાય કે આ મહામારીથી છૂટકારો નહીં મળે. કોરોનાના નવા-નવા વેરિયન્ટ ખૂબ ચિંતા વધારી રહ્યાં છે. ડેલ્ટા વેરિયન્ટ હાલ ચિંતાનું કારણ બન્યો છે. જેનાથી બચવા શું કરવું. એક્સ્પર્ટે શું આપી સલાહ જાણીએ
કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યાં છે. અમેરિકામાં 80થી 82 હજાર કેસ એક્ટિવ છે. યૂકેમાં 25 હજાર કેસ નોંધાયા છે. તો પાકિસ્તાનમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેટલાક દેશો એવા છે. જેમાં માસ્કની અનિવાર્યતા ખતમ થઇ ગઇ છે. જો કે હવે એ દેશોમાં પણ કેસ આવી રહ્યાં છે.
નિષ્ણાતોના મત મુજબ આવનાર 15થી20 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન સાવધાની નહી રાખવામાં આવે તો કેસ વધી શકે છે. દિલ્લી ગંગારામ હોસ્પિટલના ડોક્ટર લેફિન્ટન્ટ જનરલ વેદ ચતુર્વેદીએ કહ્યું કે, “સેકેન્ડ લહેરમાં મોતના તાંડવને જાયો બાદ સતત કેસમાં ઘટાડો થયો જો કે એવું કેમ થયું તે વિચારવાની જરૂરી છે. આવું એટલા માટે બન્યું કે, લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બીહેવિયર શરૂ કર્યું અને લોકડાઉનના કારણે ચેઇન તૂટી જતા કોવિડ વાયરસનું સંક્રમણ ઘટાડવામાં મદદ મળી જો કે હવે આવનાર 15થી દિવસ જો લાપરવાહી વર્તવામાં આવશે તો ચોક્કસ ફરી સ્થિતિ ચિંતાજનક બની શકે છે. વેક્સિન લગાવો, માસ્ક લગાવો, સેનેટાઇઝર કરતા રહો. હેન્ડવોશ કરો, સામે ફેસ કરીને વાત ન કરો”.
દિલ્લી ગંગારામ હોસ્પિટલના ડોક્ટર લેફિન્ટન્ટ જનરલ વેદ ચતુર્વેદીએ કહ્યું કે, “ ડેલ્ટા વેરિયન્ટ હોય કે બીટા, કે આલ્ફા દરેકથી બચવાના ઉપાય તો એક જ છે. અને તે કોવિડ એપ્રોપ્રિએટ બીહેવિયર છે. આ વેરિયન્ટનું નામ અને તેના પર જે સ્ટડી થાય છે. તે વૈજ્ઞાનિકો માટે જરૂરી છે. જેથી તે જાણી શકે કે, ગંભીરતા કેટલી છે અને કેસ ઝડપથી વધી રહ્યાં છે તો તેનું કારણ શું છે.