Independence Day 2024: કેવી રીતે તૈયાર થઇ દેશના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન, જાણો ખૂબ જ દિલચશ્પ છે કહાણી
દેશની આન બાન અને શાન એવા તિરંગાની રચના પાછળ ખૂબ જ રસપ્રદ ગાથા છે. જાણીએ કોણે તૈયાર કર્યો આ તિરંગો
Independence Day 2024:દેશમાં હાલ 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઘર ઘર તિરંગા અભિયાન હેઠળ 15 ઓગસ્ટે સમગ્ર દેશ તિરંગાના રંગે રંગાય જાય છે. આપણો રાષ્ટ્રધ્વજ દેશની ગરિમા, શોર્ય અને સ્વાભિમાનનું પ્રતીક સમાન છે. આપણા દેશની આ એક ઓળખ છે, તિરંગો એક પરિચય છે. દુનિયાના ગમે તે ખૂણામાં હોઇએ પરંતુ જ્યારે દેશની વાત આવે તો તિરંગા આંખની સામે ખડો થઇ જાય છે. ક્યાં પણ તિરંગો નજરે ચઢે મન ગોરવ અને સ્વાભિમાનથી સભર થઇ જાય છે. ત્રિરંગો માત્ર એક ધ્વજ નથી પરંતુ એક ભાવના છે, જે દરેક ભારતીયના હૃદયમાં લહેરાતી રહે છે. પરંતુ શું આપ જાણો છો આ તિરંગોની કોની કલ્પનાનું સાદશ્ય સ્વરૂપ છે. રચના પાછળ ખૂબ જ રસપ્રદ કહાણીએ છે..ચાલો જાણીએ
હકીકતમાં, બ્રિટિશ પ્રતીકોના આધારે, પ્રથમ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો જેનું નામ હતું Star au India. આ ધ્વજ ઘણા ધ્વજનો સમૂહ માનવામાં આવતો હતો અને આ ધ્વજ અંગ્રેજ શાસકો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ અહીં શાસન કરતા હતા. 20મી સદીના અંત સુધીમાં, એડવર્ડ VII ના શાસન દરમિયાન, બ્રિટિશ શાસન હેઠળના ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા પ્રતીકની જરૂર હતી. તે સમયે અસ્તિત્વમાં રહેલા લોકપ્રિય પ્રતીકોમાં ભગવાન ગણેશ, મા કાલી અને તેના જેવાનો સમાવેશ થાય છે. પરંતુ આ બધાને એમ કહીને નકારી કાઢવામાં આવ્યા કે તેઓ એક ચોક્કસ ધર્મ પર આધારિત છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 1921માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન એક યુવકે વિજયવાડામાં એક ધ્વજ બનાવ્યો હતો અને તે ધ્વજ ગાંધીજીને ભેટમાં આપ્યો હતો, જેનો રંગ લાલ હતો. આ ધ્વજ બે મુખ્ય સમુદાયોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાંથી પહેલો હિંદુ ધર્મ અને બીજો મુસ્લિમ ધર્મ હતો. ગાંધીજીએ સૂચવ્યું કે તેમાં બાકીના ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સફેદ પટ્ટો હોવો જોઈએ અને રાષ્ટ્રની પ્રગતિના પ્રતીક તરીકે ફરતો ચરખો હોવો જોઈએ.
દેશ આઝાદ થયો તેના 40 વર્ષ પહેલાં વિદેશમાં પ્રથમ વખત એક મહિલાએ ભારતીય ઝંડો ફરકાવ્યો હતો, તેમનું નામ હતું ભીખાજી કામા,કામાના ઝંડામાં લીલી, પીળી અને લાલ પટ્ટીઓ હતી. તેમના ઝંડામાં વચ્ચે 'વંદે માતરં' લખેલું હતું. ઝંડાની લીલી પટ્ટીમાં અષ્ટકમલ હતા, જે દેશના (એ સમયના) આઠ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરતા હતા.
હાલના ધ્વજની ડિઝાઇન પીંગલી વૈકયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ધ્વજ પર આધારિત છે.પીંગલી આંધ્ર પ્રદેશના (એ સમયનું માસુલીપટ્ટનમ) મછલીપટ્ટનમના નિવાસી હતા. તેમનો જન્મ બીજી ઑગસ્ટ 1876ના રોજ થયો હતો.પીંગલીએ લગભગ પાંચ વર્ષ સુધી 30 દેશના ઝંડાનો અભ્યાસ કર્યો હતો, પછી તેમણે કૉંગ્રેસના વર્ષ 1921ના વિજયવાડા (એ સમયનું બેજવાડા) અધિવેશન દરમિયાન રજૂ કર્યો હતો. પીંગલીની મૂળ ડિઝાઇનમાં માત્ર લાલ અને લીલો રંગ હતા, પરંતુ ગાંધીજીએ તેમાં સફેદ રંગની પટ્ટીનો ઉમેરો કરાવ્યો હતોતે જ વર્ષ 1931 ભારત માટે એક યાદગાર દિવસ બની ગયો જ્યારે ત્રિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, આ ધ્વજ ભગવો, સફેદ અને મધ્યમાં ગાંધીજીનો ચાલતો ચરખો હતો. આ પછી, 21 જુલાઈ 1947 ના રોજ, બંધારણ સભાએ આ ધ્વજને 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી પછી, તેમાં ફક્ત એક જ ફેરફાર કર્યો, તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્ર દર્શાવવામાં આવ્યું હતું.