શોધખોળ કરો

15 હજારથી પણ ઓછી કિંમતમાં લૉન્ચ થયું Acerનું નવું ટેબલેટ,8 ઇંચથી પણ મોટી મળશે ડિસ્પ્લે

Acer Iconia Tablet: Acer એ તેના બે નવા ટેબલેટ, Acer Iconia 8.7 અને Acer Iconia 10.36 ભારતીય બજારમાં લૉન્ચ કર્યા છે.

Acer Iconia Tablet: Acer એ તેના બે નવા ટેબલેટ, Acer Iconia 8.7 અને Acer Iconia 10.36 ભારતીય બજારમાં લોન્ચ કર્યા છે. આ બંને ટેબલેટમાં ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, ડ્યુઅલ સિમ સપોર્ટ, એન્ડ્રોઈડ 14 ઓપરેટિંગ સિસ્ટમ અને લાંબી બેટરી લાઈફ જેવી ઘણી આકર્ષક સુવિધાઓ આપવામાં આવી છે.

Acer Iconia 8.7 ના ફીચર્સ
Acer Iconia 8.7 (iM9-12M) માં 8.7-ઇંચની WXGA (1340 x 800 પિક્સલ્સ) IPS મલ્ટી-ટચ સ્ક્રીન 400 nits પીક બ્રાઇટનેસ સાથે છે. આ ઉપકરણમાં MediaTek Helio P22T પ્રોસેસર છે, જે તેને ઝડપથી કામ કરવા સક્ષમ બનાવે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આ સિવાય તે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સથી સજ્જ છે. બેટરીની ક્ષમતા વિશે વાત કરીએ તો, તેમાં 5100mAh બેટરી છે જે 10W ચાર્જિંગ સાથે આવે છે અને એક ચાર્જ પર લગભગ 8 કલાક સુધી ચાલી શકે છે.

Acer Iconia 10.36 ના ફીચર્સ

બંને ટેબ્લેટ્સ સરસ દેખાય છે, તેમની બોડી મેટલની બનેલી છે અને તે ખૂબ જ પ્રીમિયમ લાગે છે.  વધુમાં, બંને ટેબ્લેટમાં સાર સ્પીકર્સ પણ છે, જે મૂવી જોવાનું અને ગેમ રમવાનું વધુ મનોરંજક બનાવે છે. Acer Iconia 10.36 (iM10-22)માં 10.36-ઇંચ 2K રિઝોલ્યુશન IPS ડિસ્પ્લે છે, જે 480 nits ની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. તેમાં MediaTek Helio G99 ઓક્ટા-કોર પ્રોસેસર છે, જે તેને ઝડપી અને વધુ શક્તિશાળી બનાવે છે. કેમેરા સેટઅપમાં 16 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સામેલ છે. આ મોડલ ક્વાડ સ્ટીરિયો સ્પીકર્સ સાથે આવે છે. તેની 7400mAh બેટરી 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને સંપૂર્ણ ચાર્જ પર લગભગ 10 કલાક સુધી ચાલી શકે છે.

ભારતમાં Acer Iconia 8.7 અને Iconia 10.36 ની કિંમત
Acer Iconia 8.7ની કિંમત 11,990 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે Acer Iconia 10.36ની શરૂઆતની કિંમત 14,990 રૂપિયા રાખવામાં આવી છે. આ બંને ટેબલેટ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો તેને Acer ની સત્તાવાર વેબસાઇટ, એક્સક્લૂસિવ સ્ટોર્સ અને Amazon પરથી ખરીદી શકે છે. Acer એ પણ કહ્યું છે કે આ કિંમતો મર્યાદિત સમય માટે છે, જેના કારણે ભવિષ્યમાં કિંમતોમાં ફેરફાર શક્ય છે.

આ પણ વાંચો...

Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget