HSRP નંબર પ્લેટ હવે આ રાજ્યોમાં વાહનો માટે ઝડપથી થશે લાગૂ, જાણો કેવી રીતે કરશો તના માટે અપ્લાય
HSRP એક હોલોગ્રામ સ્ટીકર છે. જેમાં વ્હીકલના એન્જિન અને ચેસિસ નંબર નોંઘાયેલા હોય છે. આ ગાડીની સેફ્ટી અને સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવી છે
HSRP એક હોલોગ્રામ સ્ટીકર છે. જેમાં વ્હીકલના એન્જિન અને ચેસિસ નંબર નોંઘાયેલા હોય છે. આ ગાડીની સેફ્ટી અને સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવી છે. જાણીએ તેને લગાવવા માટે શું કરવું પડશે.
સડક પરિવહન અન રાજમાર્ગ મંત્રાલયના આદેશ મુજબ કેટલાક રાજ્યોમાં હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવી જરૂરી થઇ ગઇ છે. જો કે તેમ છતાં પણ હજુ સુધી કેટલાક રાજ્યોમાં તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું. આ સ્થિતિમાં હવે કેરળ સહિત કઇ બીજા રાજ્યોથી HSRP લગાવવા મા
સખત રીતે પાલન કરવાનો આદેશ અપાયો છે. કેરળમાં પણ ગાડીઓ પર HSRP મેન્ડેટરી થઇ ગઇ છે.
તરત જ કરાઇ લાગૂ
રોડ સેફ્ટી એક્સપર્ટ કમલ સોર્ઇ મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમની ગાઇડગાઇન અને રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની નોટિફિકેશનની સાથે- સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશ બાદ હજુ સુદી કેરળ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ નિર્દેશ બાદ પણ કેરળ સરકારે કોઇ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટને લઇને કોઇ કામ નથી કર્યું. સોર્ઇએ જણાવ્યાં મુજબ દરેક રાજ્ય સરકારે વિના વિલંબે તેને લાગુ કરવી જોઇએ.
શું છે HSRP
HSRP એક હોલોગ્રામ સ્ટીકર છે.તેમાં વ્હિકલ એન્જિન અને ચેસિસ નંબર નોંધાયેલા હોય છે. આ ગાડીની નંબર પ્લેટ એવી રીતે ચોંટાડવામાં આવે છે. તે સરળતાથી નથી હટતી. હાઇ સિક્યોરિટી નંબર પ્લેટને ગાડીની સેફ્ટી અને સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેને અલગ રીતે જ ગાડીમાં ફિટ કરવામાં આવે છે.
- HSRP માટે આ રીતે કરો અપ્લાય
- હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ માટે 2 પોર્ટલ બન્યા છે.
- તેમના માટે આપને bookmyhsrp.com/index.aspx વેબસાઇટ પર જવું પડશે.
- પ્રાઇવેટ કે, પબ્લિક વાહનના કોઇ પણ એક ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ પ્રાઇવેટ વ્હીકલ ટેબ પર ક્લિક કરીને પેટ્રોલ, ડિઝલ, ઇલેક્ટ્રીક, CNG અને CNG + પેટ્રોલનો ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે
- આટલું કર્યાં બાદ પેટ્રોલ ટાઇપના ટેબ પર ક્લિક કર્યા બાદ વાહનની કેટેગરી આપના સામે આવશે.
- અહીં આપને બાઇક, કાર, સ્કૂટર, ઓટો અને હેવી વ્હીકલ્સના ઓપ્શન મળશે.
- અહીં આપને સ્ટેપ બાય સ્ટેપ ડિટલ્સ આપવી પડશે
- આ સિવાય જો વાહન પર રજિસ્ટ્રેશન પ્લેટ લાગેલી છે અને માત્ર સ્ટીકર લગાવવાનું હોયો તો www.bookmyhsrp.com પોર્ટલ પર જવું પડશે,
- અહીં આપને તેની સાથે જોડાયેલી જાણકારી મળશે.
આ પણ વાંચો
આજથી લાગુ થશે નવી ‘ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ’, ડિફોલ્ટથી બચવા માટે આ વાતો રાખો ધ્યાનમાં