શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ક્યા પાડોશી રાજ્યે સરહદ સીલ કરી દેતાં ગુજરાતથી જતા સેંકડો કામદારો રઝળી પડ્યા, 5 કિમી લાંબી લાઈન લાગી
રાજસ્થાનના આ નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ રાજસ્થાન જતા લોકો માટે પાસ ઇસ્યૂ કરવાની ના પાડી દીધી છે.
અમદાવાદઃ કોરોના વાયરસનો પ્રકોપ દેશના અનેક રાજ્યમાં વધી રહ્યો છે. રાજસ્થાનમાં પણ છેલ્લા ઘણાં દિવસતી નવા કેસ સામે આવ્યા છે ત્યારે હવે જ્યારે લોકડાઉન 3 અંતર્ગત રાહત મળવાની શરૂઆત થઈ છે ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યની તમામ બોર્ડરને સીલ કરવાનો આદેશ આપ્યો છે. જેથી રાજ્યમાં કોઈ બહારની વ્યક્તિ ન આવી શકે.
રાજસ્થાનના આ નિર્ણયને કારણે ગુજરાતમાંથી રાજસ્થાન જતા લોકોની ભારે ભીડ રાજસ્થાન ગુજરાત બોર્ડર પર લાગી છે. પાસ ધરાવતા લોકોને પણ રાજસ્થાનમાં પ્રવેશ આપાવની ના પાડી દેવામાં આવી છે જેના કારણે વાહનોની 5 કિમી સુદીની લાંબી લાઈનો લાગી છે. 500થી વધારે લોકો શામળાજી પાસે અટવાઈ ગયા છે.
આદેશ અનુસાર આંતરાજ્યીય આવાગમનની મંજૂરી ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનની શરતોનું કડકાઈથી પાલન કરતાં જ આપવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યની આંતરરાજ્યીય સરહદો પર બિનઅધિકૃત વ્યક્તિઓની એન્ટ્રી રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી રાજ્યની તમામ આંતરરાજ્યીય સરહદોને સીલ કરીને રેગ્યુલેટ કરવામાં આવશે, જેથી રાજ્ય સરકાર દ્વારા નક્કી પ્રક્રિયા અપનાવીને અધિકૃત વ્યક્તિ જ રાજ્યમાં પ્રવેશ કરી શકે.
આ આદેશ બાદ મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સવિચને આદેશ આપ્યો છે કે, તે અન્ય તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને આ જાણકારી આપે કે રાજસ્થાનમાં આવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન આવનારા લોકોને જ મંજૂરી આપવામાં આવશે, જે તેની તમામ શરતોને પૂરી કરશે અને રાજસ્થાનની પહેલા મંજૂરી લેવી પડશે.
રાજસ્થાનના આ નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ રાજસ્થાન જતા લોકો માટે પાસ ઇસ્યૂ કરવાની ના પાડી દીધી છે. ગુજરાત સાયન્સ અને ટેક્નોલોજી સજીવ ડી દ્વિવેદીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે, ગુજરાતમાં કલેકટરો રાજસ્થાન જવા ઇચ્છતા લોકો માટે આજે પાસ ઇસ્યુ કરશે નહીં. આવા વ્યક્તિઓએ પહેલા રાજસ્થાનથી પાસ લેવો પડશે અને ત્યારબાદ પાસ ઇશ્યૂ કરવા માટે તે સંબંધિત કલેક્ટરને તે જણાવશે. તેમણે લોકોને પ્રક્રિયાને અનુસરવા અને સહયોગ કરવા માટે અપીલ કરી છે. માટે હવે કોઈએ ગુજરાતમાંથી રાજસ્થાન જવું હોય તો પહેલા રાજસ્થાનની પાસ કઢાવવો પડશે બાદમાં ગુજરાત સરકાર મંજૂરી આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion