શોધખોળ કરો
Advertisement
IDS સ્કીમ હેઠળ હૈદ્રાબાદની એક જ વ્યક્તિએ 10 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા
અમરાવતીઃ આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબા નાયડૂએ પોતાના રાજનીતિક પ્રતિસ્પર્ધી તરફ ઈશારો કરતાં બુધવારે દાવો કર્યો કે, હાલની યોજના અંતર્ગત હૈદ્રાબાદમાં જાહેર કરવામાં આવેલ 13 હજાર કરડો રૂપિયાના કાળા નાણાંમાંથી 10 હજાર કરોડ રૂપિયા તો એક જ વ્યક્તિ સંબંધિત છે. તેમણે કાળા નાણા પર પ્રતિબંધ લગાવવા માટે એક બજાર અને 500 રૂપિયાની નોટને ખતમ કરવાની પણ માગ કરી છે.
નાયડૂએ વેલગાપુડીમાં પોતાના કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દેશભરમાં જાહેર કરવામાં આવેલ 65 હજાર કરોડ રૂપિયામંથી 13 હજાર કરોડ રૂપિયા હૈદ્રાબાદમાં જાહેર કરવામાં આવ્યા છે અને તેમાંથી 10 હજાર કરોડ રૂપિયા તો એક જ વ્યક્તિ સંબંધિત છે. તે વ્યક્તિ કોણ છે, કાયદા અનુસાર અમે તેના વિશે જાણી નથીશકતા. શું કોઈ બિઝનેસમેન આટલી મોટી સંખ્યામાં કાળુ નાણુ જાહેર કરે તે શક્ય છે તેવો પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું કે, ભવિષ્યમાં બે ત્રણ અથવા પાંચ વર્ષમાં તે પોતાની જરૂરિયાત અનુસાર ફરથી કાળા નાણુને કાયદેસર કરાવી લેશે. તમે માત્ર 40-45 ટકા દંડ ભરો અને બાકીની રકમ વ્હાઈટ બની જાયછે. શું આ યોગ્ય નથી? કોઈ સવાલ નથી કરી શકતું અને હવે કોઈ સામાજિક કલંક પણ નહીં રહે.
ભ્રષ્ટ લોકો અને કાળા નાણા રાખતા લોકો માટે રાજનીતિ એક આશરો બની ગયો છે તેવો ઉલ્લેખ કરતાં નાયડૂએ કહ્યું કે, કેટલાક લોકો જે રાજનીતિમાં છેતે જનાદેશનો દુરુપયોગ કરી રહ્યા છે. હું આજે પ્રધાનમંત્રીને પત્ર લખી રહ્યું છે અને એક હજાર તથા 500 રૂપિયાની નોટ ખતમ કરવાની માગ કરી રહ્યો છું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નોટોને ખતમ કરવાથી વોટ ખરીદવાનું પણ બંધ થઈ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement