શોધખોળ કરો
Advertisement
સરેન્ડર માટે તૈયાર નહોતા આરોપી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયાઃ તેલંગણા પોલીસ
પોલીસ કમિશનર વીસી સજ્જનરે કહ્યું કે, પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી અને સરેન્ડર કરવા માટે કહ્યુ હતુ પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.
હૈદરાબાદઃ હૈદરાબાદ ગેંગરેપના ચારેય આરોપીઓ આજે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. પોલીસ વિભાગ તરફથી હૈદરાબાદ કમિશનર વીસી સજ્જનારે પ્રેસ કોન્ફરન્સ કરી એન્કાઉન્ટરની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આરોપીઓ પોલીસના હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાસ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ તેમને ચેતવણી આપી હતી પરંતુ આરોપીઓ પર તેની કોઇ અસર થઇ નહી અને પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું જેમાં ચારેય આરોપીઓ ઠાર મરાયા હતા. આ ઘટનામાં બે પોલીસ કર્મી ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીએ માનવાધિકાર આયોગ અને કોઇ અન્ય સંગઠનના સવાલો પર કહ્યું કે અમે કોઇ પણ સવાલનો જવાબ આપવા માટે તૈયાર છીએ.
પોલીસ કમિશનર વીસી સજ્જનરે કહ્યું કે, પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી અને સરેન્ડર કરવા માટે કહ્યુ હતુ પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ કારણ છે કે અમારે પણ ફાયરિંગ કરવું પડ્યું અને આ દરમિયાન આરોપી માર્યા હતા. કમિશનરે કહ્યું કે જે બે પોલીસ જવાનો ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.
પોલીસે કહ્યું કે, અમે સાઇન્ટિફિક રીતે તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. આજે સવારે તેઓને સીન રીક્રિએશન માટે લઇને આવ્યા હતા. દરમિયાન આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યા હતા. આરોપીઓએ લાકડી અને પથ્થરોથી પર પણ પોલીસ પર હુમલો કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બે આરોપોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. કમિશનર સજ્જનારે કહ્યું કે આરોપીઓ પાસેથી બે હથિયાર જપ્ત કરાયા છે. અમે ફાયરિંગ કરતા અગાઉ અનેકવાર સરેન્ડર કરવા કહ્યુ હતુ પરંતુ તે અમારા પર ફાયરિંગ કરી રહ્યા હતા.Cyberabad CP, VC Sajjanar: We suspect that the accused were also involved in many other cases in Karnataka, investigation is on. https://t.co/CaVAXikdjo
— ANI (@ANI) December 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement