શોધખોળ કરો
Advertisement
ઝારખંડમાં જીત બાદ હેમંત સોરેને લાલૂ યાદવ અને સોનિયા ગાંધીનો આભાર માન્યો
હેમંત સોરેનએ કહ્યું, ઝારખંડની જતનાએ જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તેના માટે જનતાનો આભારી છું.
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનનની જીત પર ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર હેમંત સોરેને ખુશી વ્યક્ત કરી હતી. હેમંત સોરેનએ કહ્યું, ઝારખંડની જતનાએ જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તેના માટે જનતાનો આભારી છું. ઝારખંડના લોકો માટે આજે ઉત્સાહનો દિવસ છે. સાથે જ આ દિવસ મારા માટે એક સંકલ્પ લેવાનો દિવસ છે. અહીંના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાનો દિવસ છે.
હેમંત સોરેનએ કહ્યું, આ જનાદેશ શીબૂ સોરેનના પરિશ્રમ અને ત્યાગનું પરિણામ છે. આજે એ ઉદેશ્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. જેએમએમની સાથે કૉંગ્રેસ અને આરજેડીના લોકો આવ્યા તેમના માટે તેનો આભારી છું. તેમણે લાલૂ પ્રસાદ યાદવ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો. ઝારખંડના ભાવી મુખ્યમંત્રી હેમંત સોરેનએ કહ્યું હું ગઠબંધન માટે લાલૂ યાદવ અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કરુ છું.Hemant Soren, Jharkhand Mukti Morcha (JMM) in Ranchi: Today a new chapter will begin for this state. I want to assure everyone that their hopes will not be broken irrespective of their caste, creed, religion and profession. #JharkhandElectionResults pic.twitter.com/vIONxhl98K
— ANI (@ANI) December 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
દેશ
Advertisement