શોધખોળ કરો
Advertisement
દીપિકાની JNU મુલાકાતના વિવાદ બાદ DMK સાંસદ કનીમોઝીએ કહ્યુ, હિન્દી ફિલ્મો ન જુઓ પરંતુ.....
‘છપાક’ દીપિકાના બેનરની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મમાં વિક્રાંત મૈસી પણ છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રીલિઝ થશે.
નવી દિલ્હીઃ મંગળવારે સાંજે બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે મુલાકાત કર્યા બાદ મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક લોકો દીપિકાના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો તેની ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.
આ દરમિયાન આજે DMK નેતા કનીમોઝીએ કહ્યું કે, હું બહુ હિન્દી ફિલ્મો જોતી નથી પરંતુ આ કેસમાં અપવાદ હોઈ શકે છે. લોકો તેની આગામી ફિલ્મ છપાકનો વિરોધ કરી રહ્યા છે તેમ છતાં લોકોને તે ગમે છે અને મોટા પ્રમાણમાં મૂવી જોવા જશે. તેણે એમ પણ કહ્યું, હું હિન્દી મૂવીઝ જોતી નથી, તેઓ ખરેખર મારા જેવા લોકો માટે તેમની મૂવીઝ જોવા અને તેને ટેકો આપવા માટે બનાવે છે.
દીપિકાની જેએનયુ મુલાકાતની વચ્ચે #boycottchhapaak ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે. આ સાથે ફિલ્મને લઇને વધુ એક વિવાદ પેદા થયો છે. જેમાં લોકો ટ્વિટર પર દીપિકાને સવાલ કરી રહ્યા છે કે તેણે એસિડ ફેંકનારાનું નામ નદીમથી રાજેશ કેમ કર્યું છે ? ટ્વિટર પર લોકો પૂછી રહ્યા છે કે જ્યારે ફિલ્મ લક્ષ્મી અગ્રવાલ પર નદીમ ખાન નામના વ્યક્તિએ એસિડ ફેંક્યું હતું તો તેની બાયોપિક ફિલ્મ ‘છપાક’માં તેના નામને કેમ બદલામાં આવ્યું છે. યુઝર્સ દાવા કરી રહ્યા છે કે નદીમ નામના પાત્રનું નામ ફિલ્મમાં રાજેશ છે. તેને લઇને હવે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પોસ્ટ સામે આવી રહી છે.
‘છપાક’ દીપિકાના બેનરની પ્રથમ ફિલ્મ છે. ફિલ્મમાં વિક્રાંત મૈસી પણ છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રીલિઝ થશે.
દીપડાને લઈ વનમંત્રી ગણપત વસાવાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- દીપડા માત્ર ગુજરાતની સમસ્યા નથી, જાણો વિગતે
Axis બેંકના 15,000 કર્મચારીએ છોડી નોકરી! જાણો શું છે કારણ
અમદાવાદ RTO એ આ કારને ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
ગુજરાત
Advertisement