શોધખોળ કરો
Advertisement
વિંગ કમાન્ડર અભિનંદનની બદલી કરવામાં આવી, જાણો વિગત
આજે ભારતીય વાયુસેનાએ વીર ચક્ર આપવાની ભલામણ કરી
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની સુરક્ષાના કારણોસર શ્રીનગરથી ટ્રાન્સફર કરવામાં આવી છે. હાલ તેમને એક પીસી સ્ટેશને મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનંદનની ટ્રાન્સફરનો ઓર્ડર અધિકારીઓએ મોકલી દીધો છે. હવે તેમને શ્રીનગરની બહાર કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવશે. આ દરમિયાન આજે ભારતીય વાયુસેનાએ વીર ચક્ર આપવાની ભલામણ કરી છે.
વિંગ કમાન્ડર અભિનંદનને જૈશ-એ-મોહમ્મદ દ્વારા સતત ધમકીઓ મળતી હતી. 27 ફેબ્રુઆરીએ ભારતીય સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાની એરફોર્સના વિમાનને ભગાડતી વખતે તેમનું મિગ-21 ક્રેશ થયું હતું અને તેઓ પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યાંથી 1 માર્ચે તેમને છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ અભિનંદનને સતત જૈશની ધમકીઓ મળતી હતી.
અભિનંદન વિશે પહેલા મીડિયામાં એવો રિપોર્ટ્સ આવ્યો હતો કે તે એક વાર ફરીથી ફાઈટર જેટ ઉડાવવા માટે તૈયાર છે. પરંતુ તેના માટે ઈન્સ્ટીટયુટ ઓફ એરોસ્પેસ મેડિસિનની પરવાનગી લેવી પડશે. આ પહેલા અભિનંદન તેના પરિવારની સાથે શ્રીનગર સ્કવાડ્રનમાં રહી રહ્યાં હતા. પાકિસ્તાનથી આવ્યા બાદ તેમનું ઘણા સ્ટેપમાં તબક્કાવાર મેડિકલ અને મનોવૈજ્ઞાનિક ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેને સંપૂર્ણ રીતે ફીટ થવા માટે મેડિકલ લીવ પર જવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી કરીને તેમને ઉડાન ભરવા માટે જયારે બોલાવવામાં આવે ત્યારે તે સ્વસ્થ હોય.IAF recommending Wg Cdr Abhinandan for wartime gallantry award 'Vir Chakra' Read @ANI Story | https://t.co/EZh7ETO69H pic.twitter.com/Ae9mh52QEB
— ANI Digital (@ani_digital) April 20, 2019
CM વિજય રૂપાણીની તબિયત લથડી, જાણો વિગત સપા-બસપાના માત્ર ઝંડા અલગ છે, દાનત એક જેવી: પીએમ મોદી PM મોદીની બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગતIndian Air Force transfers Wing Commander Abhinandan Varthaman out of the Srinagar airbase amid concerns over his security in Kashmir valley. Officer posted to an important airbase in the Western sector. (File pic) pic.twitter.com/RWnlPfR4jV
— ANI (@ANI) April 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement