(Source: ECI/ABP News/ABP Majha)
MP: 'હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું,' મહિલા IASએ લગ્નમાં કન્યાદાન કરાવવાની પાડી ના
હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું ખૂબ મહત્વ છે પણ તપસ્યાએ તમામ બંધનો તોડી પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ કરવાનો ઇનકાર કરી દીધો હતો
ભોપાલઃ મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામમાં મહિલા આઇએએસ અધિકારી અને આઇએફએસ અધિકારીના લગ્નની ખૂબ ચર્ચા છે. આઇએએસ તપસ્યા પરિહારે યુપીએસસી પરીક્ષામાં 23મો રેન્ક હાંસલ કર્યો હતો. તેણે આઇએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા. તપસ્યા પરિવાહે લગ્નમાં કન્યાદાન કરાવવાનો ઇનકાર કર્યો હતો. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું કે હુ દાનની ચીજ નથી, તમારી દીકરી છું. તેણે લગ્નમાં કન્યાદાન વિધિ કરાવવાનો ઇનકાર કર્યો હતો. ગુરુવારે લગ્નનું રિસેપ્શન યોજાયુ હતું. લગ્નમાં બંન્ને પક્ષના સગાસંબંધીઓ અને મિત્રો હાજર રહ્યા હતા.
હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું ખૂબ મહત્વ છે પણ તપસ્યાએ તમામ બંધનો તોડી પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ કારણે તેમના લગ્ન ચર્ચામાં છે. તપસ્યાનું કહેવું છે કે બાળપણથી જ તેના મનમાં સમાજની આ વિચારધારાને લઇને લાગતું હતું કે કેવી રીતે કોઇ મારું કન્યાદાન કરી શકે છે. તે પણ મારી ઇચ્છા વિરુદ્ધ. આ અંગે મે પરિવારમાં ચર્ચા કરી અને પરિવારના લોકો પણ મારી વાત માની ગયા. પછી વર પક્ષને મે આ અંગે રાજી કર્યો અને કન્યાદાન વિના જ લગ્ન યોજવામાં આવ્યા
તપસ્યા પરિહારનું કહેવું છે કે બંન્ને પરિવારો પરસ્પર મળીને લગ્ન કરે છે તો ઉંચા કે નીચા હોવું ઠીક નથી. કેમ કોઇનું દાન કરવામાં આવે. જ્યારે મે લગ્નની તૈયારીઓ કરી ત્યારે મે મારા પરિવારના લોકો સાથે ચર્ચા કરી કન્યાદાનની વિધિ ન કરવાની વાત કરી હતી.
તપસ્યાના પતિ ગર્વિત પણ માને છે કે કેમ કોઇ છોકરીને લગ્ન બાદ પુરી રીતે બદલાવું પડે છે. આ પ્રકારની માન્યતાઓથી આપણે ધીરે ધીરે દૂર રહેવું જોઇએ. તપસ્યાના પિતા લગ્નથી ખુશ છે. તેમનું માનવું છે કે આ પ્રકારની વિધિઓને છોકરીને તેના પિતાના ઘરથી કે તેમની સંપત્તિમાંથી હટાવવાના કાવતરા તરીકે જોવામાં આવે છે. નોંધનીય છે કે તપસ્યા અને ગર્વિતના લગ્નની ખૂબ ચર્ચા થઇ હતી.
ગુજરાતના આ શહેરમાં થઈ ઓમિક્રોનની એન્ટ્રી, નવા 2 કેસ નોંધાયા, જાણો વિગતો
Omicron Lockdown: ઓમિક્રોનની ચેઇન તોડવા આ દેશમાં લગાવાશે લોકડાઉન ? જાણો વિગત
Year Ender: આ છે આ વર્ષની T20ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન, વિરાટ-રોહિતને નથી મળ્યું સ્થાન
Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ