શોધખોળ કરો
Advertisement
કેન્દ્રીય કર્મચારીઓને લૉકડાઉન દરમિયાનનું મુસાફરી ભથ્થુ મળશે કે નહીં ? સરકારે શું કરી સ્પષ્ટતા ? જાણો
કોરોના લૉકડાઉન દરમિયાન પ્રાઈવેટ સેક્ટરથી લઈને કેન્દ્રીય કર્મચારીઓ પણ ઘરેથી જ કામ કરવાનું કહેવામાં આવ્યું હતું.
નવી દિલ્હી: કોરોના મહામારીને અટકાવવા દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રાઈવેટ સેક્ટરથી લઈને કેન્દ્રીય કર્મચારીઓ પણ ઘરેથી જ કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. એવામાં જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો અને કોરોના લોકડાઉન દરમિયાન વર્ક ફ્રોમ હોમ કર્યું છે તો તમને મુસાફરી ભથ્થુ નહીં મળે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે(DoPT) કાર્યાલય જ્ઞાપનમાં આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
1 ડિસેમ્બર 2020ના જાહેર કરેલા ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય કર્મચારીઓનું મુસાફરી ભથ્થુ તેના ઘરથી ઓફિસ સુધી આવવા માટેના ખર્ચની ભરપાઈ માટે આપવામાં આવે છે. જો કે, લોકડાઉન દરમિયાન કર્મચારીઓ જો પોતાના ઘરેથી જ કામ કર્યું છે અને તેઓ ઓફિસ નથી આવ્યા તો તેઓ આખા મહિનાનું મુસાફરી ભથ્થા માટે હકદાર નથી.
DoPTએ કહ્યું કે, “લોકડાઉન દરમિયાન આખો મહિનો ઓફિસ નહીં આવનાર કેન્દ્રીય કર્મચારીઓ મુસાફરી ભથ્થા માટે હકદાર નથી. કારણ કે તેઓએ ઓફિસ આવવા માટે કોઈ ખર્ચ કરવો પડ્યો નથી.” કોવિડ-19 સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકારે કેટલા નિશ્ચિત કર્મચારીઓને ઓફિસ આવવાની છૂટ આપી હતી. આ આદેશ તેને લઈને જાહેર કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion