MUMBAI : હનુમાન ચાલીસા વિવાદમાં હવે સીએમ ઉદ્ધવ ઠાકરેની એન્ટ્રી, વિરોધીઓને આપી ખુલ્લી ધમકી
Hanuman Chalisa Row: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમને કોઈએ હિંદુત્વનો પાઠ ન ભણાવવો જોઈએ. અમે ગદાધારી હિંદુઓ છીએ. ઘંટાધારી હિંદુ નથી.
MUMBAI : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હનુમાન ચાલીસા વિવાદમાં હવે સીએમ ઉદ્ધવ ઠાકરેની એન્ટ્રી થઇ છે. જાહેર સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ કરવાના વિવાદ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને અપક્ષ સાંસદ નવનીત રાણા પર નિશાન સાધ્યું છે.
જાહેરસભા કરીશ : ઉદ્ધવ ઠાકરે
શિવસેના પ્રમુખ બાળાસાહેબે અમને શીખવ્યું છે કે દાદાગીરી કેવી રીતે તોડી શકાય. સીએમએ કહ્યું, "હું વહેલી તકે જાહેરસભાનું આયોજન કરવા માંગુ છું. મારે આ નકલી હિંદુત્વવાદી કાર્યકરો સાથે વાત કરવી છે. મારા કુર્તાથી તમારો કુર્તો વધુ કેસરિયો કેવો ? હું ટૂંક સમયમાં મીટિંગ કરીશ, હું તેમના મહોરા ઉતારીશ.”
દાદાગીરીને તોડી પાડશું : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે હિન્દુત્વની અવગણના કરી છે. હિન્દુત્વની ધોતી છે કે શું છે? અમારું હિન્દુત્વ ભગવાન હનુમાનની ગદા જેવું 'ગદાધારી' છે. જો તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો ફોન કરીને ઘરે આવો. પણ જો તમે 'દાદાગીરી'નો આશરો લેશો તો આપણે જાણીએ છીએ કે તેને કેવી રીતે તોડવી.
એમ ગદાધારી હિન્દૂ છીએ : ઉદ્ધવ ઠાકરે
સીએમ ઠાકરેએ કહ્યું, "અમારા કાર્યકર્તાઓએ ઘંટાધારી પાસેથી હિન્દુત્વ શીખવાની જરૂર નથી. અમે ગદાધારી હિંદુઓ છીએ. હિન્દુઓને ઘંટ નથી જોઈતા." તેમણે કહ્યું કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાની એક રીત છે. કેટલાક લોકો પાસે કાંઈ કામ નથી.
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદમાં અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'માતોશ્રી' ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની વાત કરી હતી, જેના કારણે શિવસેનાના કાર્યકરો ગુસ્સે થયા હતા અને દંપતીના નિવાસસ્થાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ મામલામાં મુંબઈ પોલીસે રાણા દંપતી વિરુદ્ધ FIR નોંધી હતી અને બાદમાં તેમાં રાજદ્રોહનો આરોપ ઉમેર્યો હતો. રવિવારે મુંબઈની એક કોર્ટે રાણા દંપતીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પછી, રવિવારે મોડી રાત્રે, અમરાવતીના સાંસદ નવનીત રાણાને ભાયખલા મહિલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.