શોધખોળ કરો
Advertisement
હવામાન વિભાગે કરી મોટી આગાહી? દેશના આ વિસ્તારમાં પ્રલય બનીને વરસી શકે છે વરસાદ? જાણો વિગત
ગોવાથી લઈ ઉત્તર, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાંક ભાગમાં આજે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અને સિક્કિમમાં વરસાદની સાથો સાથ આંધી તોફાનની પણ ચેતવણી હવામાન વિભાગે આપી છે.
નવી દિલ્હી: દેશમાં લગભગ દરેક જગ્યાએ ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે એકવાર ફરી મુંબઈમાં આફતનો વરસાદ શરૂ થઈ ગયો છે. મોડી રાતથી મૂશળધાર વરસાદ પડતા કેટલાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. હવામાન વિભાગે પહેલાં જ વરસાદનું એલર્ટ જાહેર કરી દીધું હતું. જો દિવસભર આજે વરસાદ ચાલુ રહેશે તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે શકે છે.
ગોવાથી લઈ ઉત્તર, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાંક ભાગમાં આજે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, અને સિક્કિમમાં વરસાદની સાથો સાથ આંધી તોફાનની પણ ચેતવણી હવામાન વિભાગે આપી છે.
ઉત્તરાખંડના આકાશમાં આજે પાણીનો પ્રલય બનીને વરસી શકે છે. ભારે વરસાદના ખતરાને જોતાં પ્રશાસનને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, અલ્મોઢા, પિથૌરગઢ, અને બાગેશ્વરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉત્તરકાશીમાં મોડી રાતથી જ પાણીનો આસમાની કહેર જોવા મળી રહ્યો છે તો બાગેશ્વરમાં બેહિસાબ વરસાદથી નળી-નાળામાં તૂફાન આવી ગયું છે. આ ઉપરાંત આસપાસના ગામડાંમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગંગા નદીની જળસપાટી સતત ઝડપથી વધી રહી છે. જેના કારણે મેદાની વિસ્તારમાં પૂરનો ખતરો વધી ગયો છે.
હવામાન વિભાગના મતે આજે કોંકણ તટીય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડે તેવી સંભાવના છે. ઉત્તરપ્રદેશ, અસમ, મેઘાલય, પશ્ચિમબંગાળ, સિક્કિમ, બિહાર અને તટીય કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડશે. પશ્ચિમ રાજસ્થાન, કેરળ, દક્ષિણ કર્ણાટક, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમબંગાળ, ઝારખંડ અને ઉત્તર પૂર્વ રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion