શોધખોળ કરો

Weather Update: દેશના આ રાજ્યોમાં આગામી 48 કલાક અતિભારે, 15 જુલાઈ સુધી ભારે વરસાદ-વાવાઝોડાની ચેતવણી

દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ તેમજ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશભરમાં ચોમાસું સક્રિય, અનેક રાજ્યોમાં વરસાદનો કહેર.
  • ઉત્તરાખંડ-પશ્ચિમ યુપીમાં આગામી 48 કલાક અતિભારે વરસાદ.
  • દિલ્હી, હરિયાણા, પંજાબ, પૂર્વોત્તરમાં ભારે વરસાદનો દોર.
  • ગુજરાતમાં 15 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Weather Update: દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ તેમજ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ વધુ ગતિ પકડીને 9 જુલાઈએ ઉત્તર અરબી સમુદ્ર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકી રહેલા વિસ્તારોને પણ આવરી લીધા છે. આ સાથે સમગ્ર દેશમાં ચોમાસાનું આગમન પૂર્ણ થયું છે.

ઉત્તર પ્રદેશ માટે આગામી 48 કલાક અત્યંત મહત્વપૂર્ણ

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 15 જુલાઈ સુધી દેશના બે ડઝનથી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ગાજવીજ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે આગામી 48 કલાક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

ઉત્તરાખંડમાં અતિભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડમાં 9 અને 10 જુલાઈએ અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 9 જુલાઈએ અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 15 જુલાઈ સુધી સતત વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઉત્તરાખંડમાં 11થી 15 જુલાઈ દરમિયાન પણ ભારે વરસાદ ચાલુ રહી શકે છે.

દિલ્હી, હરિયાણા અને પંજાબમાં 9 અને 10 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં ભારે વરસાદ સાથે ગાજવીજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંજાબમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સક્રિય રહેશે. પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ અને ગાજવીજની શક્યતા દર્શાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

પૂર્વોત્તર ભારતના આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદનું અનુમાન છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ સતત વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

પશ્ચિમ ભારતમાં કોંકણ અને ગોવામાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્રમાં 9 જુલાઈએ અતિભારે અને 10 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

ગુજરાતમાં 15 જુલાઈ સુધી વરસાદની આગાહી

ગુજરાતની વાત કરીએ તો રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 15 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
‘હું બાબા બાગેશ્વર તો નથી પરંતુ ...’, IIT દિલ્હીમાં આવું કેમ બોલ્યા PM મોદી?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

Embed widget