શોધખોળ કરો
Advertisement
ખેડૂતો માટે ખુશખબર, હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની વ્યક્ત કરી આગાહી
દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ થવાનો અંદાજ છે. ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્ય એટલે કે 96 ટકા વરસાદ થવાનો અંદાજ છે.
નવી દિલ્હીઃ દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. ચાલુ વર્ષો ચોમાસુ સારું રહેશે અને સારો વરસાદ થશે. ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યું કે, ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આશા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ થવાનો અંદાજ છે. ચાલુ વર્ષે ચોમાસામાં સામાન્ય એટલે કે 96 ટકા વરસાદ થવાનો અંદાજ છે. જેમાં 5 ટકા વરસાદ વધ-ઘટ હોઇ શકે છે.
પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.રાજીવન નાયરે કહ્યું, ભારતમાં 2019માં ચોમાસું સામાન્ય રહેવાનું છે. કારણકે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ લગભગ સામાન્ય રહેવાની આશા છે. લાંબાગાળાની સરેરાશ 96 ટકા રહેવાની આશા છે, જેનાથી દેશભરમાં 89 સેન્ટીમીટર વરસાદ થશે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઇમેટે થોડા દિવસો પહેલા ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાનો અંદાજ લગાવ્યો હતો.
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાના આ ધૂરંધરો પ્રથમ વખત રમશે વર્લ્ડકપ, જાણો વિગત
વર્લ્ડકપ 2019: આ કારણે ભારતીય ટીમમાંથી પંતનું પત્તુ કપાયું ને કાર્તિકની થઈ પસંદગી, જાણો વિગત
વર્લ્ડકપ 2019: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ત્રણ ગુજરાતીને મળ્યું સ્થાન
તાલાલામાં એક જ દિવસમાં ભૂકંપના પાંચ આંચકા આવ્યા, લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement