શોધખોળ કરો

ચોમાસું કયા કયા રાજ્યોમાં આગળ વધ્યું? આગામી 7 દિવસ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની આગાહી

imd weather update heavy rain: દેશમાં ચોમાસાએ પકડી રફ્તાર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે; દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં આંધી-તોફાન સાથે વરસાદની શક્યતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD એ 7 દિવસ ભારે વરસાદ, વાવાઝોડાનું એલર્ટ આપ્યું.
  • ચોમાસું મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ઝડપથી આગળ વધશે.
  • પૂર્વ, ઉત્તર-પૂર્વમાં અતિભારે, ઉત્તરમાં પવન સાથે વરસાદ.
  • મહારાષ્ટ્રમાં હીટવેવ; દિલ્હીમાં સાંજે વાદળછાયું વાતાવરણ રહેશે.

imd weather update heavy rain: દેશમાં હવે ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે અને અનેક રાજ્યોના હવામાનમાં ઝડપથી પલટો આવી રહ્યો છે. આ સ્થિતિને જોતા ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 7 દિવસ માટે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તોફાની પવન માટે મોટું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, નોર્થ-ઈસ્ટ, પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. જ્યારે બીજી તરફ અમુક વિસ્તારોમાં હજુ પણ લોકોને કાળઝાળ ગરમી અને હીટવેવનો (લૂ) સામનો કરવો પડી શકે છે.

આ રાજ્યોમાં જામશે વરસાદી માહોલ

ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે એકદમ અનુકૂળ વાતાવરણ બની ગયું છે. આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને દક્ષિણ છત્તીસગઢના બાકીના વિસ્તારોમાં પણ પહોંચી જવાની શક્યતા છે. ત્યારપછી આ રાજ્યોમાં વરસાદની બેટિંગ વધુ તેજ બનશે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે.

નોર્થ-ઈસ્ટ અને પૂર્વ ભારતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 6 થી 7 દિવસ સુધી પશ્ચિમ બંગાળના હિમાલયન વિસ્તારો, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે બિહાર, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડશે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, ટ્રાફિક જામની અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સમસ્યા સર્જાઈ શકે છે, જેથી તંત્રને એલર્ટ રહેવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર: ચોમાસામાં થશે વિલંબ, જાણો 7 દિવસ કેવું રહેશે હવામાન

ઉત્તર ભારતમાં બદલાશે મિજાજ, મહારાષ્ટ્રમાં હીટવેવ

ઉત્તર ભારતમાં પણ હવામાનનો મિજાજ બદલાશે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અને આંધી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ આનાથી પણ વધુ રહી શકે છે. જોકે, આ વરસાદથી ગરમીમાંથી સંપૂર્ણ છુટકારો નહીં મળે.

હવામાન વિભાગે મહારાષ્ટ્રના મરાઠવાડામાં 14 થી 17 જૂન અને વિદર્ભમાં 14 થી 16 જૂન સુધી હીટવેવની ચેતવણી આપી છે. જ્યારે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભેજનું પ્રમાણ વધતા ભારે બફારો લોકોને પરેશાન કરી શકે છે.

દિલ્હી-NCR માં કેવું રહેશે હવામાન?

રાજધાની દિલ્હી અને NCR ના લોકોએ આગામી થોડા દિવસ ગરમી અને બદલાતા હવામાન એમ બંનેનો સામનો કરવો પડશે. IMD ની આગાહી મુજબ:

હવામાન: 14 થી 17 જૂન વચ્ચે આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે. સાંજ કે રાતના સમયે ધૂળની ડમરીઓ અને 40 થી 60 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાવા સાથે હળવો વરસાદ આવી શકે છે.

તાપમાન: 17 જૂન સુધીમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી અને લઘુત્તમ 25 થી 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

દિવસે આકરી ગરમીનો અહેસાસ થશે પણ સાંજે પવન અને વરસાદથી થોડી રાહત મળી શકશે. હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે ઘરની બહાર નીકળતા પહેલા હવામાનની માહિતી ચોક્કસ મેળવે અને ખરાબ હવામાન સમયે ઝાડ કે નબળા બાંધકામોથી દૂર રહી સુરક્ષિત સ્થળે આશરો લે.

આ પણ વાંચોઃ ચોમાસાને લઈ અંબાલાલની મોટી આગાહી; આ તારીખથી ગુજરાતમાં ભૂકા કાઢશે વરસાદ

Frequently Asked Questions

ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી 7 દિવસ માટે શું એલર્ટ જાહેર કર્યું છે?

IMD એ આગામી 7 દિવસ માટે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તોફાની પવન માટે એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર-પૂર્વ, પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદનું જોર વધશે.

ચોમાસું આગામી 4-5 દિવસમાં કયા રાજ્યોમાં પહોંચવાની શક્યતા છે?

આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને દક્ષિણ છત્તીસગઢના બાકીના વિસ્તારોમાં પહોંચી જવાની શક્યતા છે.

ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતમાં કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે?

પશ્ચિમ બંગાળના હિમાલયન વિસ્તારો, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આગામી 6-7 દિવસ અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સાથે બિહાર, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડશે.

દિલ્હી-NCR માં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?

દિલ્હી-NCR માં 14 થી 17 જૂન વચ્ચે આંશિક વાદળો છવાયેલા રહેશે. સાંજ કે રાત્રે ધૂળની ડમરીઓ, તોફાની પવન સાથે હળવો વરસાદ આવી શકે છે. મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget