BSNL 5G Service: સરકારે ટેલિકોમ મુદ્દે મહત્વની જાહેરાત, આ તારીખથી યુઝર્સને મળશે BSNL 5G
BSNL 5G Service: સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, BSNLના યુઝર બેઝમાં વધારો નોંધવામાં આવ્યો છે. આ સાથે નેટવર્ક આપવામાં કેટલો સમય લાગશે તેની પણ માહિતી શેર કરવામાં આવી છે
BSNL 5G Network: પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારા બાદ લોકો BSNL પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા BSNLને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જે ખરેખર મોબાઈલ યુઝર્સ માટે ખુશીના સમાચાર છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, BSNLના યુઝર બેઝમાં વધારો નોંધવામાં આવ્યો છે જ્યારથી Jio, Airtel અને Vodafoneના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યા બાદ અને આ નેટવર્કમાં સિમ પોર્ટ ઝડપથી કરવામાં આવી રહ્યા છે. હવે નેટવર્ક ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા તારીખ પણ નક્કી કરવામાં આવી છે.
5G નેટવર્કમાં પણ કન્વર્ટ કરી શકાય છે
હવે સરકાર પણ ટેલિકોમ કંપનીની આ પ્રગતિથી ઘણી ખુશ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે, જેથી યુઝર્સને ગુણવત્તાયુક્ત નેટવર્ક મળી શકે. આનાથી યુઝર્સ લાંબા સમય સુધી BSNL સાથે જોડાયેલા રહી શકે. સરકારનું કહેવું છે કે BSNLનું 4G નેટવર્ક તૈયાર છે અને તેને 5Gમાં પણ બદલી શકાય છે.
નેટવર્ક આગામી 6 મહિનામાં તમારા સુધી પહોંચી શકે છે
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત BSNLના નેટવર્કમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. BSNLનું સ્વદેશી નેટવર્ક 4G આગામી થોડા મહિનામાં દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો જ્યોતિરાદિત્ય સિંધિયાનું માનીએ તો આગામી 6 મહિનામાં 4G નેટવર્ક દેશના મોટાભાગના ભાગોમાં પહોંચી જશે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે BSNL 5Gનું ટ્રાયલ દિલ્હી, ચેન્નાઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં શરૂ કરવામાં આવશે. ટ્રાયલ પૂર્ણ થતાં જ લોકોને ઝડપી ઈન્ટરનેટ મળવાનું શરૂ થઈ જશે.
સરકારે BSNL 5G માટે 700MHz, 2200MHz, 3300MHz અને 26GHz સ્પેક્ટ્રમ બેન્ડ ફાળવ્યા છે. હાલમાં, 5G સેવા BSNL 700MHz સ્પેક્ટ્રમ બેન્ડ પર ટ્રાયલ કરવામાં આવી રહી છે.