શોધખોળ કરો
Advertisement
જનધન યોજનાને લઇને મોટો ખુલાસો, ખાતામાં બેંક કર્મચારી ખુદ રૂપિયા જમા કરાવે છે
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મહત્વકાંક્ષી 'જનધન યોજના'ને લઇને મોટો ખુલાસો થયો છે. જનધન યોજનામાં ખુલેલા કરોડો અકાઉંટ્સમાં ખૂદ બેંક કર્મચારીઓ પૈસા જમા કરાવે છે. જોકે આ માટે સરકારે કોઇ પ્રકારનો આદેશ નથી આપ્યો.
'ધી ઇન્ડિય એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, બેંક કર્મચારી જીરો બેલેંસ અકાઉંટ્સની સંખ્યા ઓછી કરવા માટે 1-1 રૂપિયો જમા કરાવી રહ્ય છે.
1. RTIમાં મળેલી માહિતી મુજબ,18 સરકારી બેંક અને તેની પ્રાદેશિક શાખાઓમાં એવા 1.05 કરોડ જનધન ખાતા ખુલેલા છે. જેમા 1-1 રૂપિયો જમા છે.
2. અમુક ખાતામાં જેમા 2 થી લઇને 10 રૂપિયા સુધીની રકમ જમા હોય છે, આ પૈસા ખાતા ધારકોએ જમા નથી કરાવ્યાં.
3. 20 બેંકોના બ્રાંચના મેનેજરોએ સ્વીકાર કર્યો છે કે, તેના ર જનધન યોજના અંતર્ગત ખુલેલા જીરો બેલેન્સ ખાતાના આકડા ઓછા કરવાનું દબાણ છે.
4. જીરો બેલેન્સ અકાઉંટ્સમાં તેજી આવી છે. સપ્ટેંબર 2014માં એવા ખાતાની સંખ્યા 76 ટકા હતી, જે ઓગસ્ટ 2015માં 46 ટકા રહી ગઇ છે.
5. 31 ઓગસ્ટ 2016 આ યોજના અંતર્ગત ખુલેલા આવા ખાતા ફક્ત 24.35 ટકા જ રહી ગયા છે. જેમા એક પણ રૂપિયો નથી.
6. બેંક કર્મચારીઓ માન્યું છે કે, આ અકાંઉન્ટ્સને એક્ટિવ રાખવા માટે ખુદ રૂપિયા જમા કરાવે છે. આ માટે એટરટેનમેંટ અલાઉન્સ, કેટીન સબસિડી અને ઑફિસ ખર્ચ માટે મળનારી રકમનો ઉપયોગ કરવામાં આવે છે.
7 .10 બેંક અધિકારીઓ માન્યું છે કે, આ ખાતાઓને ચાલુ રાખવા માટે તેમણે પોતાના ખિસામાંથી પૈસા જમા કરાવ્યા હતા.
8. ઘણા ખાતા ઘારકોએ કહ્યં હતું કે, જ્યારે પોતાની પાસબૂક જોયું તો ખબર પડી કે ખાતામાં 1 રૂપિયો જમા હતો. જે જોઇને તે હેરાન થઇ ગયા હતા. તેમને ખબર જ નથી કે તેમના અકાંઉન્ટમાં આ પૈસા કોણે જમા કરાવ્યા છે.
9. એક રૂપિયા બેંલેંસ વાળા ખાતામાં સૌથી આગળ પંજાબ નેશનલ બેંકનો સમાવે થાય છે.પીએનબીમાં 1.36 કરોડ જનધન ખાતા છે. જેમાંથી 39.57 બેલેંસમાં 1 રૂપિયો છે.
10. 31 ઓગસ્ટ સુધીમાં 2016માં જનધન ખાતામાં કૂલ 42094 કરોડ રૂપિયા જમા થઇ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement