શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના મંત્રીની કારને ઓવરટેક કરવા પર પર્યટકની અટકાયત કરવામાં આવી
મંત્રીની પાયલટ કારે પશ્ચિમ બંગાળના નજીક સરહદ જાલેશ્વરના લોકનાથ ટોલ ગેટ સુધી અંદાજે 20 કિલોમીટર સુધી બન્ને કારનો પીછો કર્યો. ત્યાર બાદ તેમણે બધાની પાંચ કલાક સુધી અટકાયત કરી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગીની કારને એનએચ-16 પર રવિવારે ઓવરટેક કરવા પર ઓડિશામાં 6 પર્યટકોની અટકાયત કરવામાં આવી હતી. એ પર્યટકો પાસે એ લખાવવામાં આવ્યું કે, ફરીથી આવી ભૂલ નહીં કરે. ત્યાર બાદ જ તેમને છોડવામાં આવ્યા. આ ઘટના ત્યારે બની જ્યારે સંતોષ શો, તેમની પત્ની, ભાઈ અને બે સગીર બાળકો બાલાસોરના પંચલિંગેશ્વરથી બે કારમાં કોલકાતા આવી રહ્યા હતા.
શોએ કહ્યું, “બસ્તાની નજીક જ્યાર એએચ-16 પર પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અમે સાયરનો અવાજ સાંભળ્યો અને વિચાર્યું કે આ એમ્બ્યુલન્સ હોઈ શકે છે અને તેને આગળ જવા દીધી. જોકે, બાદમાં અમને ખબર પડી કે આ મંત્રીની કાર છે, જેની સુરક્ષામાં એક કાલ હતી. થોડી વાર પછી સુરક્ષામાં લાગેલ કાર ‘કાચા રોડ’પર ચાલી ગઈ અને ત્યાર બાદ મેં તેને ઓવરેટ કરી.”
જોકે, મંત્રીની પાયલટ કારે પશ્ચિમ બંગાળના નજીક સરહદ જાલેશ્વરના લોકનાથ ટોલ ગેટ સુધી અંદાજે 20 કિલોમીટર સુધી બન્ને કારનો પીછો કર્યો. ત્યાર બાદ તેમણે બધાની પાંચ કલાક સુધી અટકાયત કરી.
કેન્દ્રીય મંત્રી સમીક્ષા બેઠક માટે બસ્તામાં હતા. અશોક નાયક, આઈઆઈસી બસ્તા પોલીસ સ્ટેશને ઇન્ડિયા ટુડે સાથે વાત કરતાં કહ્યું- બે કારે ઓવરટેક કર્યા બાદ મંત્રીએ પાયલટ કારને કહ્યું કે, તેને પકડીને લાવો. પાયલટ કાર એ બન્ને કારને પકડી અને તેને બસ્તા પોલીસ સ્ટેશન લઈને ગઈ. ત્યાર બાદ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો અને પીઆર પર છોડવામાં આવ્યા. તેની સાથે જ તેમણે એ આશ્વાસન આપ્યું કે ફરીથી આવું નહીં કરે.
શોએ કહ્યું- અમે મંત્રીની કારની નજીક ગયા ન હતા. એ અમારી ભૂલ હતી. મને એ ખબર ન હતી કે મંત્રીની કારને ઓવટેક કરવું ખોટું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement