Patiala Violence: પટિયાલા હિંસા બાદ સરકારનો મોટો નિર્ણય, સાંજે છ વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ બંધ
પંજાબમાં પટિયાલામાં શુક્રવારે થયેલી હિંસા બાદ રાજ્યના ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. શહેરમાં સવારે સાડા નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ સુવિધા બંધ રહેશે.
પટિયાલાઃ પંજાબમાં પટિયાલામાં શુક્રવારે થયેલી હિંસા બાદ રાજ્યના ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. શહેરમાં સવારે સાડા નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ સુવિધા બંધ રહેશે. નોંધનીય છે કે પંજાબના પટિયાલામાં ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ દરમિયાન શિવસૈનિકો અને ખાલિસ્તાન સમર્થકોની વચ્ચે ઝડપની ઘટના ઘટી હતી. 29 એપ્રિલે થયેલી ઘર્ષણની ઘટના બાદ પટિયાલા શહેરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. માર્ચની આગેવાની કરનારા હરિશ સિંગલાની કાર પર પથ્થરમારાની ઘટના ઘટી છે. તણાવપૂર્ણ સ્થિતિને જોતા પોલસી અને તંત્રએ કર્ફ્યૂ લગાવી દીધુ છે.
Mobile internet services temporarily suspended from 9:30 am to 6 pm in Patiala today: Dept of Home Affairs, Government of Punjab pic.twitter.com/uYu99aECzU
— ANI (@ANI) April 30, 2022
આ ઘટના વિરુદ્ધ શિવસેના હિન્દુસ્તાન નામના એક હિન્દુ સંગઠને 30 એપ્રિલે પટિયાલા બંધનુ આહવાન કર્યુ છે. શિવસેના હિન્દુસ્તાનના રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ગુપ્તાએ કહ્યું કે, ખાલિસ્તાન વિરુદ્ધ માર્ચમાં કાળી દેવીના મંદિરનુ કંઇજ લેવા દેવા ન હતુ. ખાલિસ્તાન સમર્થકોએ મંદિર પર હુમલો કરીને મંદિરની નુકસાન કર્યુ છે, તેમને ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતાં બંધનુ એલાન આપ્યુ છે. મુખ્યમંત્રી ભગવંત માને ઘટનાને લઇને પોલીસ મહાનિદેશક અને અન્ય અધિકારીઓની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી માને ટ્વીટ કરીને કહ્યુ કે કેસની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને સાથી જે અધિકારીઓને એવી કડક સૂચના આપવામા આવી છે કે એક પણ દોષીને છોડવાનો નથી. તેમને એ પણ કહ્યું કે, પંજાબ વિરોધી તાકતોને કોઇપણ કિંમત પર અહીંની શાંતિ ભંગ નહીં કરવા દેવામાં આવે.
Patiala | Morning visuals from outside Shri Kali Devi Temple after two groups clashed near the temple yesterday
— ANI (@ANI) April 30, 2022
Shiv Sena leader Harish Singla has been arrested in connection with the incident.
Locals say the situation is peaceful & devotees continue to visit the temple today. pic.twitter.com/aoc2AYekrK
આ ઘટનાને લઇને વરિષ્ઠ પોલીસ અધિક્ષક નાનક સિંહે બતાવ્યુ કે ખાલિસ્તાન વિરોધી માર્ચ દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકો ઘાયલ થયા છે, તેમને બતાવ્યુ કે, ઘાયલોમાં પોલીસકર્મી પણ સામેલ છે.
Punjab | FIRs have been lodged, raids are underway. We appeal to public to maintain peace. From 9.30am to 6pm today mobile internet services will remain temporarily suspended as a step of abundant caution by the govt. One person has been arrested: Patiala Deputy Commissioner pic.twitter.com/sSyfdBwZaq
— ANI (@ANI) April 30, 2022