(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસનો નવો વેરીયન્ટ કોઈ પણ લક્ષણો વિના શરીરને ભારે નુકસાન કરી દે છે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
કોરોનાની મહામારીમાં થર્ડ વેવની ચિંતા વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડેલ્ટા વેરિયન્ટ કોણ લક્ષણો વિના શરીરને નુકસાન પહોંચાડે છે.
PIB Fact Check:કોરોનાની મહામારીમાં થર્ડ વેવની ચિંતા વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડેલ્ટા વેરિયન્ટ કોણ લક્ષણો વિના શરીરને નુકસાન પહોંચાડે છે.
કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઇ રહી છે.હાલ કોરોનાના નવા વેરિયન્ટને લઇને પણ કેટલીક પોસ્ટ વાયરલ થઇ રહી છે. પોસ્ટ શું છે અને તેનો દાવો શું છે અને તેમાં કેટલું સત્ય છે. જાણીએ..
વાયરલ પોસ્ટ શું છે?
વાયરલ પોસ્ટમાં ડેલ્ટા વેરિયન્ટને લઇને કેટલીક માહિતી આપવામાં આવી છે. જે મુજબ જો શરીરમાં કફિંગ ન હોય અને તાવ ન હોય પરંતુ થકાવટ લાગતી હોય, ગળા અને માથામાં દુખાવો થતો હોય તો આ ન્યૂમોનિયાના લક્ષણો હોઇ શકે છે. તે કોવિડના ડેલ્ટા વેરિયન્ટના સંક્રણના કારણે હોઇ શકે છે.
આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડેલ્ટા વેરિન્યટના શરીરમાં કોઇ લક્ષણો નથી દેખાતા અને તે આ સ્થિતિમાં શરીરને સાયલન્ટ કિલરની જેમ નુકસાન પહોંચાડે છે અને તેનાથી મૃત્યનું જોખમ પણ વધી જાય છે.
વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોરોના ડેલ્ટા વેરિયન્ટ વિના લક્ષણો શરીરના જુદા જુદા ઓર્ગનને નુકસાન પહોંચાડે છે. તે સીધો ફેફસા પર અટેક કરતો હોવાથી નાકમાંથી લીધેલ સેમ્પલ નેગેટિવ આવે છે. પરંતુ જો ચેસ્ટનો એક્સ રે લેવામા આવે તો વાયરસ ઇન્ફેકશનનો સાચો રિપોર્ટ મળે છે.
કોરોના ડેલ્ટા વેરિયન્ટ શરીરમાં કોઇ લક્ષણો વિના જ નુકસાન કરતો હોવાથી તે દર્દી માટે વધુ ઘાતક બને છે અને તે દર્દીને બચાવના ઉપાય માટે સમય નથી આપતો.
વાયરલ પોસ્ટનું શું છે સત્ય
કોવિડની મહામારીમાં કોરોનાની રસીથી માંડીને તેના ઇલાજ અને લક્ષણો સુધીની કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ભારત સરકરાની પ્રેસ ઇન્ફર્મેશન બ્યુંરોની વેબસાઇટ પીઆઇબીની ફેક ટીમ આ પ્રકારના વાયરલ પોસ્ટ મુદ્દે લોકોને જાગૃત કરીને સાચી માહિતી આપે છે. પીઆઇબીની ફેક ચેક ટીમે આ તમામ દાવોની તપાસ કરી છે. ફેક ચેકમાં આ તમામ દાવા ખોટા સાબિત થયા છે. ફેક ચેક ટીમે વૈજ્ઞાનિક તથ્યો વિનાના આ દાવા પર વિશ્વાસ ન કરવા માટે અનુરોધ કર્યો છે તેમજ લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટને સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવાનો પણ અનુરોધ કર્યો છે.